(એજન્સી) તા.ર૧
પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (પીએલઓ)ના સભ્ય ડો. હનાન અશરાવીએ સ્પેનના બાર્સેલોનામાં થયેલા આતંકી હુમલાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે પેલેસ્ટીનના નેતાઓ અને નાગરિકો વતી અમે સ્પેનમાં થયેલા આતંકી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ. આ હુમલામાં ૧૩ લોકોનાં મોત થયા હતા જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘવાયા હોવાની માહિતી છે. તેમણે કહ્યું કે પીડિતો અને તેમના પરિજનો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે.
ઓચિંતા આતંકી હુમલાને કારણે અમને પણ ઘેરો આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું કે અમે પેલેસ્ટીની અને અમે આતંકી હુમલાને વખોડીએ છીએ, અમે હિંસા તથા આતંકવાદનો વિરોધ કરીએ છીએ, નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાવો ન જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વની તમામ સત્તાઓને અમે આહ્વાન કરીએ છીએ કે આવા આતંકીઓ વિરૂદ્ધ એકજૂથ બનીને લડત દર્શાવે.
Facebook
0
Twitter
0