પેલેસ્ટાઇનની વસ્તી ૪.પ૯ મિલિયન જેટલી

(એજન્સી) તા.૧૪
વિશ્વ વસ્તી દિવસના અવસરે ધી પેલેસ્ટાઇન સેન્ટ્રલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ (પીસીબીએસ) અને નેશનલ કાઉન્સિલ ફોર પોપ્યુલેશને પેલેસ્ટાઈનની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. ર૦૧૭ના મધ્ય સુધીમાં પેલેસ્ટાઇની વસ્તીનો આંકડો ૪.પ૯ મિલિયન જણાવાયો છે. આ એક અંદાજ પ્રમાણે પીસીબીએસએ રેકોર્ડ તૈયાર કર્યો છે જેમાં સામાન્ય વસ્તી ગણતરી, મકાનો તથા ર૦૦૭માં નિર્માણ પામેલા આવાસોથી લઇને ર૦૧૭ના મધ્ય સુધીના સમયનો અંદાજ કાઢવામાં આવ્યો છે. આ આંકડો ૪.પ૯ મિલિયનને આંબી જાય છે. જેમાં ર.પર મિલિયન જેટલા પુરુષો છે જ્યારે ર.૪૩ મિલિયન જેટલી મહિલાઓ છે. વેસ્ટ બેન્ક વિસ્તારમાં વસ્તીનો આંકડો ૩.૦૧ મિલિયન જેટલો છે જેમાં ૧.પ૩ મિલિયન પુરુષો છે જ્યારે ૧.૪૮ મિલિયન મહિલાઓ છે. બીજી બાજુ ગાઝાની વસ્તી પર એક નજર કરીએ તો ત્યાં લગભગ ર મિલિયનની આસપાસ વસ્તી છે જેમાં લગભગ ૯૮૮૦૦૦ પુરુષો છે જ્યારે ૯પ૬૦૦૦ મહિલાઓનો સમાવેશ થાય છે. જોકે વેસ્ટબેન્ક કરતાં ગાઝા સ્ટ્રિપમાં યુવાઓની સંખ્યા વધારે છે. તમને જણાવી દઈએ કે ર૦૧૭ના મધ્યના આંકડા પ્રમાણે ૧૪ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા પેેલેસ્ટાઇનમાં કુલ વસ્તીના ૩૮.૯ ટકા જ્યારે વેસ્ટ બેન્કમાં ૩૬.૬ ટકા અને ગાઝા સ્ટ્રીપમાં ૪ર.૬ ટકા જેટલી છે. જોકે ૬પ વર્ષીથી વધુ ઉંમરના પેલેસ્ટીનીઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. તે કુલ વસ્તીના લગભગ ર.૯ ટકા પેેલેસ્ટાઇનમાં, ૩.૩ ટકા વેસ્ટ બેન્કમાં જ્યારે ર.૪ ટકા ગાઝા સ્ટ્રીપમાં બાકી રહી ગયા છે.
પેેલેસ્ટાઇનમાં સામાન્ય રીતે વસ્તી ગીચતામાં વધારો નોંધાયો છે ખાસ કરીને ગાઝા સ્ટ્રીપમાં. દર બે કિમીના અંતરે લગભગ ૮ર૩ જેટલી વસ્તી ગીચતા નોંધાઇ છે. જ્યારે આ આંકડો વેસ્ટ બેન્કમાં દર બે કિમીએ પર૩ જ્યારે ગાઝા સ્ટ્રીપમાં દર બે કિમીએ પ૩ર૪ જેટલો છે. ગાઝા સ્ટ્રીપમાં સૌથી હાઇ ફર્ટિલિટીનો દર જોવા મળ્યો છે. ર૦૧૪માં પેલેસ્ટીનમાં ર૦૧૧થી ર૦૧૩ દરમિયાન ફર્ટિલિટીનો દર ૪.૧ નોંધાયો હતો જે ૧૯૯૭માં લગભગ ૬.૯ ટકા જેટલો હતો. આવી જ રીતે વેસ્ટ બેન્કમાં ર૦૧૧થી ર૦૧૩ દરમિયાન ૩.૭ હતો જ્યારે ૧૯૯૭માં આ દર પ.૬ હતો. જ્યારે ગાઝામાં આ દર ૪.પ એ પહોંચી ગયો છે. જે અગાઉ ૧૯૯૭માં ૬.૯ જેટલો હતો. અગાઉ પેલેસ્ટીનમાં ૧૯૯૭માં દરેક ઘરમાં ૬.૪ સભ્ય હતા જે હવે ર૦૧૬માં ઘટીને પ.ર થઇ ગયા છે. વેસ્ટ બેન્કમાં પણ આ આંકડો ઘટીને ૪.૮ સુધી પહોંચી ગયો છે જે અગાઉ ૧૯૯૭માં ૬.૧ જેટલો હતો. જ્યારે ગાઝામાં પણ પહેલા ૧૯૯૭માં ૬.૯ સભ્ય હતા જ્યારે હવે ર૦૧૬માં તે પ.૭ થઇ ગયા હતા. લેબર સરવેના આંકડા પ્રમાણે ૧૧ ટકા ઘરની જવાબદારી મહિલાઓના માથે છે. આ પેલેસ્ટીનનો આંકડો છે. જ્યારે વેસ્ટ બેન્કમાં ૧ર ટકા જ્યારે ગાઝા સ્ટ્રીપમાં ૯ ટકા જેટલો છે. અહેવાલ પ્રમાણે ઇઝરાયેલને કારણે ૮૮ ટકા પેલેસ્ટાઇની પરિવારો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત ફક્ત પબ્લિક વોટર સિસ્ટમ જ છે. જોકે અડધા જ પેલેસ્ટાઈની પરિવારો પાસે સિવાજ સિસ્ટમની સુવિધા છે. જોકે ત્રણ ચતુર્થાંસ પેલેસ્ટાઇની પરિવારો જ પોતાની માલિકીના મકાનમાં રહે છે. જોકે ૧પથી વધુ ઉંમર ધરાવતા ૯ ટકા એવા લોકો છે જેમણે અભ્યાસ પૂર્ણ કર્યો જ નથી. મહિલાઓમાં પુરુષો કરતાં સાક્ષરતાનો દર ઊંચો જોવા મળ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts