ઈડર, તા.૭
વડાલી ગામમાં બે અલગ-અલગ ધર્મના યુવક-યુવતીએ લગ્ન કરતાં કટ્ટરવાદી તત્ત્વોના પેટમાં તેલ રેડાયું હતું જેઓએ હંગામો મચાવી વડાલી ગામમાં ચક્કાજામ કરતાં તંગદિલી વ્યાપી ગઈ હતી. આવા તત્ત્વોએ આવી અજંપાભરી સ્થિતિમાં આવતીકાલે વડાલી ગામ બંધનું એલાન આપ્યું છે. જેથી શાંતિપ્રિય લોકોમાં દહેશત તથા ભયની લાગણી ફેલાઈ જવા પામી છે.
બનાવની વિગત અનુસાર વડાલી ગામના રહીશ શાહીલહુસેને રીયા મહેતા નામની યુવતી સાથે કાયદેસરના લગ્ન કર્યા હતા. જેની જાણ કટ્ટરવાદી તત્ત્વોને તથા તેઓના પેટમાં ચુક આવી હતી અને અંબાજી હાઈવે ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટવાઈ ગયો હતો. જ્યારે પોલીસ સ્ટેશને પણ ટોળેટોળા પહોંચી ગયા હતા અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. બનાવને લઈ ગામમાં તંગદિલી ફેલાઈ હતી. કાફલો તાત્કાલિક વડાલી ગામમાં પહોંચી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.જ્યારે મુસ્લિમ અગ્રણીઓએ આ લગ્નને વખોડી કાઢવામાં આવ્યું હું આ અંગે રાત્રે આઠ વાગે મહાકાળી મંદિર આગળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. દરમ્યાન આ લગ્નનેં લઈ કટ્ટરવાદી તત્ત્વોએ આવતીકાલ રવિવારે વડાલી ગામ બંધનું એલાન આપ્યું છે. જેને લઈ વહીવટીતંત્ર – પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.