National

મુંબઈમાં પેટ્રોલ ૮૬.પ૬ રૂપિયા પ્રતિ લિટરની કિંમત સાથે સૌથી ઊંચી સપાટીએ, દિલ્હીમાં ૭૯ રૂપિયા

(એજન્સી) મુંબઈ, તા.૩
સોમવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલની કિંમતમાં ૩૧ પૈસાના વધારા સાથે તેની કિંમત ૮૬.પ૬ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
કોલકાત્તામાં રવિવાર સુધી પેટ્રોલની કિંમતમાં ૩૦ પૈસા વધતાં તેનો ભાવ ૮ર.૦૬ રૂપિયા પ્રતિ લિટર તેમજ ચેન્નાઈમાં તેનો ભાવ ૮૧.૯ર રૂપિયા પ્રતિ લિટરથી વધીને ૮ર.ર૪ રૂપિયા થઈ ગયો છે.
સોમવારે ડીઝલની કિંમતોમાં પણ અત્યાર સુધીનો સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. નવી દિલ્હીમાં ૩૯ પૈસા વધતાની સાથે પેટ્રોલની પ્રતિ લિટરે કિંમત ૭૧.૧પ રૂપિયા, મુંબઈમાં ૭પ.પ૪ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાત્તામાં ઈંધણની પ્રતિ લિટરે કિંમત ૭૪ રૂપિયા અને ચેન્નાઈમાં તેની કિંમત ૭પ.૧૯ રૂપિયા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં ઈંધણની કિંમતોમાં આશરે ૪૦ પૈસાનો વધારો થયો છે.
ચારેય મહાનગરોમાં સતત ૯મા દિવસે ઈંધણની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે અને આ વધારો રૂપિયાના ભાવ સતત ગગડવાને કારણે થયો છે. શુક્રવારે ભારતીય નાણું પહેલીવાર સૌથી નીચલા સ્તરે પહોંચીને ૭૧એ પહોંચી ગયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.