(એજન્સી) તા.ર૪
બુધવારના દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો યથાવત રહ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોમાં તેમણે નવી ઊંચાઈ આંબી હતી. દિલ્હીમાં પેટ્રોલ ૭ર.૪૩ રૂા. પ્રતિલિટર વેચાયો જે ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં સૂત્રો પ્રમાણે ઓગસ્ટ ર૦૧૪માં આ ભાવ ૭ર.પ૧ રૂા. હતો. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલ અનુક્રમે ૭પ.૧૩ રૂા., ૮૦.૩૦ રૂા.અને ૭પ.૧ર રૂા. પ્રતિલિટર વેચવામાં આવ્યો હતો જે પણ ત્રણ વર્ષના સૌથી ઊંચા ભાવ છે. આ પહેલાંના સૌથી ઊંચા ભાવોમાં ૭૬.૪૬રૂા. (કોલકાતા,ઓક્ટોબર ર૦૧૪), રૂા.૮૦.૬૦ (મુંબઈ, ઓગસ્ટ ર૦૧૪) અને રૂા.૭પ.૭૮ પ્રતિ લિટર (ચેન્નાઈ ર૦૧૪). એજ રીતે, ડિઝલના ભાવો પણ નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે, જે બુધવારે બધા જ મોટા શહેરોમાં હજી પણ વધ્યા હતા. દિલ્હીમાં ડિઝલ ૬૩.૩૮ રૂા. પ્રતિલિટર વેચાયો હતો. જ્યારે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં તે ૬૬.૦૪ રૂા., ૬૭.પ૦ રૂા. અને ૬૬.૮૪ રૂા. પ્રતિલિટર વેચાયો હતો. પરિવહન ક્ષેત્રમાં ડિઝલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જાણકારોનું કહેવું છે કે ડિઝલના ભાવો વધવાથી ફુગાવો પણ વધશે. ઘણા બધા પરિબળો જેવા કે ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષ્પેટિંગ કન્ટ્રીઝ (ઓપીઈસી) દ્વારા પેટ્રોલિયમના ઉત્પાદનમાં કાપ અને વધતી જતી માંગને કારણે ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ભારતમાં દૈનિક રીતે થતાં ઈંધણના ભાવોમાં ફેરફારને કારણે આંતરરાષ્ટ્રીય ભાવ વધારાને વધારે અસર થાય છે. આ પહેલાં ભારતમાં પેટ્રોલ-ડિઝલનાભાવ નક્કી કરવાની પ્રણાલીમાં ૧પ દિવસ સુધી રાહ જોવાની હતી. ઉલ્લેખનીય છે કે ર૪ જાન્યુઆરીના દિવસે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૭૦ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા નાખવામાં કરવેરાને લીધે પણ પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો થાય છે. હાલમાં પેટ્રોલ-ડિઝલને ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષના ક્ષેત્રમાં લાવવામાં આવ્યા નથી.