PFના નાણાં સમયસર નહીં ચૂકવનાર કંપની અને સંચાલકો સામે કાર્યવાહી થશે

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૪
પીએફ વિભાગ દ્વારા કર્મચારીઓના પીએફના રૂપિયા સમય પર નહીં ચુકવનારા કંપની અને સંસ્થાના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે સંચાલકો પીએફના રૂપિયા સમય પર નહીં ચુકવશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કેટલાક કંપની અને સંસ્થાના સંચાલકો તેમના ત્યાં કામ કરતા કામદારોના પીએફની રકમ સમય પર ચુકવતા ન હતાં અને જ્યાં સુધી પીએફ વિભાગ તેમના પર કાર્યવાહી કરે ત્યાં સુધી તેઓ પલાયન કરી જતા અથવા તો રૂપિયા નહીં ભરી શકે તેવી પરિસ્થિતિમાં પહોંચી જતા હતા. જાકે, હવે પીએફ વિભાગે ડિફોલ્ટર્સ સામે બીજા મહિનાથી જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. સામાન્ય રીતે કંપની સંચાલકો અથવા સંસ્થાના માલિકો ૧૫થી ૩૦ તારીખ સુધીમાં પીએફના રૂપિયા જમા કરાવી દે છે. હવે પીએફ વિભાગ જે કર્મચારીઓના પીએફના રૂપિયા જમા નહીં થાય તેમને મેસેજ કરી સંચાલકોએ તેમના રૂપિયા જમા નહીં કરાવ્યા હોવાની જાણ કરશે કે જેથી કર્મચારીઓ સંચાલકો પર દબાણ કરી શકે, તે ઉપરાંત પીએફ વિભાગ ઇમેલ કરી રૂપિયા ચુકવવાનો નિર્દેશ કરશે જો ત્યારબાદ પણ સંચાલકો નહીં માને તો પીફ વિભાગ તેમના ઇન્સ્પેક્ટર અને અધિકારીઓ મોકલી તેની સામે કાનૂની કાર્યવાહી કરશે. છેલ્લા એક મહીનાથી પીએફ વિભાગ દ્વારા આ રીતે કેટલાક સંચાલકો સામે કાર્યવાહી કરી કર્મચારીઓના રૂપિયા જમા કરવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, પીએફ વિભાગે હવે ડિફોલ્ટર સામે મોટા ઉપાડે કાર્યવાહી શરૂ કરી કેટલાક ડિફોલ્ટરની સંપત્તિ પણ જપ્ત કરી હરાજી કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks