જામનગર તા.૧૫
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થતા પી.જી.વી.સી. એલ. દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અસરગ્રસ્ત થયેલા ૮૪ ગામો પૈકીના ૬૦ ગામોમાં વીજપુરવઠો કાર્યાન્વિત કરાયો છે ૪૬ ટીમો દ્વારા ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. આ બાબતે પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઈજનેર સી.કે. પટેલે જણાવ્યું હતુ કે, જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૮૪ ગામોમાં ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયેલ જેમાના ૮૪ ગામો પૈકી ૬૦ ગામોમાં અત્યાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે અને બાકી રહેલ અન્ય ૨૪ ગામોમાં આજ સાંજ સુધીમાં વિજ પુરવઠો કાર્યરત કરવા અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા યુદ્ધના ધોરણે ૪૬ કોન્ટ્રાકટરોની ટીમો કામે લગાવી અને ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરાયેલ છે.