સાધ્વીનો આશીર્વાદ લેતા દિલ્હીના પોલીસકર્મીનો ફોટો વાયરલ થયા પછી તેની બદલી

(એજન્સી) તા.૨૩
દિલ્હીમાં આવેલા જનકપુરીના સ્ટેશન હાઉસ ઓફિસર ઈન્દ્રપાલની બદલી કરી દેવામાં આવી હતી. તેમનો એક સાધ્વીના આશિર્વાદ લેતો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દિલ્હી પોલીસે આ નિર્ણય લીધો હતો. વાયરલ થયેલા ફોટોમાં ઈન્દ્રપાલ ભગવા વસ્ત્ર પહેરેલી સાધ્વી નમિતા આચાર્ય સાથે દૃશ્યમાન થાય છે. આચાર્ય આ ફોટોમાં ઈન્દ્રપાલની પાછળ ઊભી છે અને તેમના માથા પર હાથ મૂકી આશિર્વાદ આપતી નજરે પડે છે. અહેવાલો પ્રમાણે આ ફોટો એસએચઓની ઓફિસમાં લેવામાં આવ્યો હતો. આ ઘટના પછી ઈન્દ્રપાલની પોલીસ લાઈનમાં બદલી કરી દેવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks