National

પીઓકેમાં એર સ્ટ્રાઇક અંગે રાહુલ ગાંધીએ એરફોર્સના પાઇલટોને સલામ કરી

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાનો બદલો પીઓકેને બાલાકોટમાં ભારતીય એરફોર્સ દ્વારા એરસ્ટ્રાઇક કરીને લેવામાં આવ્યો છે. એરફોર્સના જવાનોએ એલઓસી પાર જઇને આતંકવાદી કેમ્પો પર હુમલો કરીને તેમના અનેક આતંકવાદી કેમ્પોને ધ્વસ્ત કર્યા છે. ભારતીય એરફોર્સની આ કાર્યવાહી અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, તેઓ ભારતીય એરફોર્સના પાયલટોને સલામ કરે છે. ભારતીય એરફોર્સના મિરાજ-૨૦૦૦ ફાઇટર જેટ્‌સે મુઝફ્ફરાબાદ, બાલાકોટ અને ચકોટીમાં ઘણા આતંકી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. સવારે ૩.૩૦ વાગે થયેલી આ એર સ્ટ્રાઇકમાં ૨૦૦-૩૦૦ આતંકવાદીઓના મોતના અહેવાલ છે. ઇન્ડિયન એરફોર્સના સૂત્રોએ જણાવ્યું કે, એરફોર્સના વિમાનો ગત રાતે નિયંત્રણ રેખા પાર કરીને આતંકવાદી કેમ્પો પર આશરે ૧૦૦૦ કિલોના બોમ્બ વરસાવ્યા હતા. આ હુમલામાં જૈશનો અલ્ફા-૩ કંટ્રોલ રૂમ નાશ પામ્યું હતું. બીજી તરફ પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો છે કે, એરફોર્સે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે.