ભરૂચ રોટરી કલબ દ્વારા પિંક ઓટો રિક્ષાનું લોકાર્પણ

ભરૂચ, તા. ૩૦
રોટરી કલબ ભરૂચ નર્મદા નગરી દ્રારા ગરીબ વર્ગમાંથી આવતી બહેનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાંથી કુલ ૧૦ બહેનોએ અરજી કરી હતી જેમાં યોગ્યતાં તેમજ તેમની જરૂરીયાતના આધારે તેમાંથી બે બહેનોને પ્રારંભિક રીતે પિંક ઓટો રીક્ષા આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ બે બહેનોને રિક્ષા ટ્રેનર પાસેથી ચાર માસની ઓટો રીક્ષાની ટ્રેનિંગ આપ્યા બાદ આર.ટી.ઓમાંથી લાઈસન્સ કઢાવ્યું હતું. આ પિંક ઓટો રીક્ષા લેવામાં બંનેવ બહેનોને રોટરી કલબ ભરૂચ નર્મદા નગરી દ્રારા અર્ધું ફંડ પુરૂ પાડવામાં આવ્યું હતું જ્યારે બીજું એસ.બી.આઈ બેંક દ્રારા લોન કરી આપવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્રારા ૪૦% સબસીડી પણ આપવામાં આવનાર છે.પિંક ઓટો રીક્ષા પ્રોજેકટ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રોટરી કલબના ડિસ્ટ્રીક ગવર્નર સૂચિત જાની, કમલેશ દંડ, રોટરી ભરૂચ નર્મદા નગરી ક્લબ ના પ્રમુખ પૂનમ શેઠ, પરાગ શેઠ, સ્ટેટ બેકના અધિકારીઓ,રોટરી કલબ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks