Gujarat

પીપલાજ ગામના આદિવાસી વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ શાળાએ જાય છે

છોટાઉદેપુર, તા. ર૩આ
નસવાડીથી માત્ર બે કિ.મી. દૂર આવેલ પીપલાજ ગામના આદિવાસી બાળકો અભ્યાસની ભૂખ સંતોષવા માટે જીવના જોખમે નદીના પાણીમાંથી શાળાએ જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી સરકાર દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે કરોડો રૂપિયાના ધુમાડા કરે છે તો પછી આ વિદ્યાર્થીઓના ભાવિનું શું ? હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની ? વહેલી તકે જવાબદાર અધિકારીઓ આ આદિવાસી બાળકો માટે એસ.ટી.બસની સુવિધા ઉપલબ્ધ કરેે તેવી ગ્રામજનોની માંગ છે.
મળતી માહિતી અનુસાર નસવાડીથી માત્ર ર કિ.મી. દૂર પીપલાજ ગામ ૭૦૦ જેટલી વસ્તી ધરાવતું ગામ છે જેમાંથી દરરોજ વહેલી સવારે પીપલાજ ગામની ૧૮ જેટલી છોકરીઓ તેમજ ૮થી ૧૦ જેટલા છોકરાઓ લીંડા ખાતે આવેલી મોર્ડન શાળામાં અભ્યાસ અર્થે જાય છે. આ ગામ નસવાડીથી માત્ર ર કિ.મી. દૂર હોવા છતાં આજદીન સુધી આ બાળકોને એસ.ટી. બસની સુવિધા ન મળતી હોવાથી આ ગામના બાળકો જીવના જોખમે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થઈને પોતાના અભ્યાસની ભૂખ સંતોષવા માટે શાળાએ બે કિ.મી. ચાલીને નસવાડી આવે છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ હોવાથી આ નાના ભૂલકાઓ કેડસમા પાણીમાંથી પસાર થઈને નદીમાંથી ભણવા જઈ રહ્યા છે. નસવાડી સંખેડા ૧૩૯ વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી હાલમાં ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે. જેઓ ચૂંટાઈને આવ્યા બાદ માત્ર એક જ દિવસ માટે આ ગામમાં એસ.ટી. બસની સુવિધા બાળકો સુધી પહોંચાડી આજે ૬ માસથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાંય આજદીન સુધી આ ગામના આદિવાસી બાળકો માટે એસ.ટી. વિભાગની સુવિધા ન હોવાથી આ આદિવાસી બાળકો પોતાના જીવના જોખમે નદીમાંથી પસાર થઈને અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે. આ બાબતને લઈને ગ્રામજનોએ પણ વારંવાર રજૂઆતો કરવા છતાંય ગુજરાત એસ.ટી. નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદમાંથી જાગતા નથી. એક દીકરી ભણીને સૌ ઘર તારે જેવામોટા-મોટા ભાષણો કરીને કરોડોના ધુમાડાઓ કરે છે તો નસવાડીથી માત્ર બે કિ.મી. દૂર આવેલા આ પીપલાજ ગામના આદિવાસી બાળકોને અભ્યાસ કરવા માટે કેમ આટલુ મોટું જોખમ ? સરકાર દ્વારા તેમજ એસ.ટી નિગમ દ્વારા વહેલી તકે નસવાડીના પીપલાજ ગામના આદિવાસી બાળકોના અભ્યાસ માટે વહેલી તકે એસ.ટી બસની સુવિધા ઉપલબ્ધ કરે તે જરૂરી બન્યું છે. હાલમાં નસવાડી તાલુકાના અનેક ગામના આદિવાસી બાળકો જીવના જોખમે ખાનગી વાહનોમાં ઘેટા-બકરાની જેમ મુસાફરી કરી રહ્યા છે. જો વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને વહેલી તકે નસવાડી તાલુકાના પીપલાજ તેમજ અન્ય ગામોના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ કરે તે જરૂરી બન્યું છે. ડભોઈ (ડેપોમેનેજર)નો આ બાબતે સંપર્ક કરતાં જણાવ્યું કે, પીપલાજ ગામની એસ.ટી. બસની સુવિધા માટે બોડેલી ડેપો જવાબદાર છે. જેમાં અમારે ડભોઈ ડેપોને કોઈ લેવા દેવા નથી.
બોડેલી (ડેપોમેનેજર)નો આ બાબતે સંપર્ક કરતાં જણાવ્યું કે, નસવાડી તાલુકાની પીપલાજ ગામના બાળકોની બસની સુવિધા માટે ડભોઈ સાથે તમારે વાત કરવાની તેમ જણાવ્યું હતું.
આમ આ બંને જિલ્લાના બંને ડેપો મેનેજર જવાબદારી બાબતે એક બીજા પર ખોં નાખી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી અનેક આદિવાસી બાળકો પીસાઈ રહ્યા છે. એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી લઈને વહેલી તકે આ ગામોમાં એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ કરે નહિતર આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.