Site icon Gujarat Today

કોર્ટમાં હાજર થયેલ યુવતીએ લગ્ન કર્યાનો ઈન્કાર કર્યો : પિતા સાથે રવાના

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૮
સર્ચ વોરંટની અરજીમાં યુવતિએ કોર્ટમાં આવીને પિતા સાથે જવાની ઇચ્છા દર્શાવતા કોર્ટે કથિત પતિની સર્ચ વોરંટની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
કોર્ટ સંકુલમાંથી મળતી માહિતી અનુસાર શહેરના વરાછા સ્થિત હિરાબાગ વિસ્તારમાં રહેતા કિરણ બામભણીયાના કહેવા મુજબ તેના ભાવનગરના મહુવા ખાતે રહેતી સીમા (ઉ. વ. આ. ૨૧નામ બદલેલ છે.)સાથે તા. ૧૭-૦૪-૨૦૧૮ના રોજ સુરતના અંબાજી મંદિરમાં લગ્ન થયા હતા. તેમણે માતા – પિતાની મરજી વિરૂદ્વ પ્રેમ લગ્ન કર્યા હતાં અને હાલમાં સીમા પતિના ઘરે હતી. જેથી કિરણ પત્નિ સીમાનો કબ્જો મેળવવા અત્રેની કોર્ટમાં સર્ચ વોરંટની અરજી કરી હતી.
સર્ચ વોરંટની અરજીના આધારે આજરોજ સીમા એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મારફતે કોર્ટમાં હાજર થઇ હતી. જ્યાં તેણીએ કથિત પતિ કિરણ સાથે લગ્ન કર્યા હોવાનો ઇન્કાર કર્યો હતો અને કથિત પતિના બદલે પરિવાર સાથે પોતાના માતા – પિતાના ઘરે જવાની ઇચ્છા દર્શાવી હતી કોર્ટે યુવતીની જુબાની ધ્યાનમાં લઇ ગેરકાયદેસર અટકાયત ન હોય કથિત પતિની સર્ચ વોરંટની અરજી નામંજુર કરી હતી. કોર્ટનાં હુકમ બાદ યુવતિ કથિત પતિને છોડીને પોતાના વતન ભાવનગર રવાના થઇ ગઇ હતી.

Exit mobile version