(એજન્સી) નવીદિલ્હી,તા.૨૪
સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રાશિમાં ૫૦ ટકાનો વધારો થયો હોવાને લઇને સ્વિસ બેંકે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે આ બેંકોમાં જમા બધા પૈસા કાળુ ધન નથી. સ્વિસ બેંક મ્ૈંજીની તરફથી જાહેર કરાયેલા ડેટા પ્રમાણે ૨૦૧૭માં કાળા ધનમાં ૩૪.૫ ટકાનો ઘટાડો થયો છે. તેણે કહ્યું કે એનડીએ રાજમાં કાળા નાણાંમાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે.
સ્વિસ બેંક બીઆઇએસએ જણાવ્યું કે, “નૉન બેંક લૉન ડિપોઝિટમાં ઘટાડો થયો છે.” બેંકનાં કહ્યા પ્રમાણે ૨૦૧૬માં નૉન બેંક લૉનનો આંકડો જ્યાં ૮૦ કરોડ ડોલર હતો એ ૨૦૧૮માં ઘટીને ૫૨.૪ કરોડ ડૉલર પર આવી ગયો છે. બેંકે જણાવ્યું કે એનડીએ રાજમાં સ્વિસ નૉન બેંક લૉન અને ડિપોઝિટ્સમાં ઘણો ઘટાડો થયો છે. ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન આમાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. સ્વિસ બેંકની આ સ્પષ્ટતા એ મીડિયા રિપોટ્ર્સ પછી આવી છે જેમાં કહેવામાં આવ્યું હતુ કે સ્વિસ બેંકમાં ભારતીયોનાં જમા નાણામાં ૫૦ ટકાનો વધારો થયો છે.
આને લઇને બીઆઇએસએ કહ્યું કે સામાન્ય રીતે આ ડેટાને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. કેમ કે આમા ઘણી અન્ય લેવડ-દેવડ પણ સામેલ હોય છે. આમાં બેંકોનાં સ્તર પર થયેલી લેવડ-દેવડ પણ હોય છે. આ ઉપરાંત સ્વિસ એમ્બેસેડર એન્ડ્રિયાસ બૉમની તરફથી નાણા મંત્રી પિયુષ ગોયલને પત્ર લખવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘મોટેભાગે એવુ સમજવામાં આવતુ હોય છે કે સ્વિસ બેંકમાં જે ભારતીયોનાં પૈસા જમા છે તે બધા કાળુ નાણું છે.’