PM મોદીએ ભારતમાંથી ભાગવામાં નીરવ મોદીને મદદ કરી : PNB છેતરપિંડી પર રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
કૌભાંડી નીરવ મોદીના દેશમાંથી ભાગી જવા અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ટિ્‌વટર પર રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘‘લ(મો) ની(મો)—(સાથે) ન(મો)—। ભા(ગો)’’ જ્યારે મોદીએ ભારતને લૂંટ્યો સાથે હેશટેગનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષે ગુરૂવારે આરોપ લગાવ્યો હતો કે જ્યારે નીરવ મોદી દેશના ૧૨૦૦૦ કરોડ ચોરીને દેશ છોડી ભાગી ગયો ત્યારે એનડીએ સરકાર બીજી તરફ જોઇ રહી હતી. તેમણે આ કેસને વિજય માલ્યા સાથે સરખાવ્યો હતો. ગુરૂવારે પણ રાહુલે ટિ્‌વટ કરી લખ્યું હતું કે, નીરવ મોદીએ ભારતને લૂંટવાનો આઇડિયા આપ્યો જેમાં મોદીને ભેટો, દાવોસમાં તેમની સાથે દેખાઓ અને ૧૨૦૦૦ કરોડ લઇને વિજય માલ્યાની જેમ દેશ છોડીને ભાગી જાઓ. જ્યારે સરકાર બીજે જોઇ રહી હતી અને એક મોદીથી બીજા મોદી સુધી હેશટેગનો ઉપયોગ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts