(એજન્સી) નવી દિલ્હી, તા.૧
પીએમ મોદી જ્યાં પણ જાય ત્યાં એટલું પાક્કુ કરે છે કે તેમને બરાબર મીડિયા કવરેજ મળે અને આ નજીકની ઘટના પણ કોઈ અપવાદ ન હતી. જ્યારે તેઓ મીડિયા કવરેજનું નામ લે, ત્યારે વડાપ્રધાન મોદી પાસે એક વિશેષ નિપુણતા છે જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે. હૈદરાબાદમાં યોજાયેલ જીઈએસ ર૦૧૭માં મોદી, ઈવાન્કા ટ્રમ્પ અને નીતિ આયોગ સીઈઓ અમિતાભ કાન્તનો આ વીડિયો ફૂટેજ બતાવે છે કે કેવી રીતે પીએમ મોદી અમિતાભ કાન્તને દૂર દોરી ગયા જ્યારે તેમને ખબર પડી કે સીઈઓ તેમની અને કેમેરાની વચ્ચે આવી રહ્યા હતા. આ પ્રથમવાર નથી કે જ્યારે પીએમ મોદીએ કેમેરા માટેનો તેમનો પ્રેમ સાબિત કર્યો હોય, આ પહેલાં પણ પીએમ મોદીએ ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગને ખેંચી લીધા હતા જેઓ અકસ્માતે તેમની સાથે વાત કરતાં કેમેરાની ઢાંકી રહ્યા હતા. મોદી લગભગ હંમેશા જાણતા હોય છે કે, કેમેરો ક્યાં છે.