પીએમ મોદીએ પી ચિદમ્બરમ્‌ની આઝાદી ટિપ્પણીની ઝાટકણી કાઢતાં કહ્યું : દેશને કોંગ્રેસ પાસેથી કોઈ અપેક્ષા નથી

(એજન્સી) બેંગ્લોર, તા. ૨૯
કર્ણાટકની એક રેલીમા કોંગ્રેસની આકરી ઝાકટણી કાઢતાં વડાપ્રધાને મોદીએ કહ્યું કે હજુ ગઈ કાલ સુધી જેઓ સત્તા પર હતા તેઓ આજે બેશરમ બનીને કાશ્મીરની આઝાદીની વાત કરી રહ્યાં છે. બેંગ્લોરમાં ભાજપ કાર્યકરોને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે દેશને કોંગ્રેસ પાસેથી હવે કોઈ આશા બચી નથી. મોદી કર્ણાટકના એક દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. બેંગ્લોર, ઉજીર, બિડરમાં અનેક કાર્યક્રમમાં મોદી જોડાયા હતા. નવી દિલ્હીથી બેંગ્લોર પહોંચ્યા બાદ હેલિકોપ્ટર મારફતે દક્ષિણી કન્નડના ધાર્મિક સ્થળમાં પહોંચ્યા હતા. મોદીએ કોંગ્રેસ પાર્ટીની જોરદાર ઝાટકણી કાઢી હતી. ઇશારામાં કહ્યું હતું કે, રૂપિયાને ૧૫ પૈસામાં બદલી દીધા બાદ બાકીના પૈસા ક્યાં ગયા તેવો તેમનો પ્રશ્ન છે. ડિજિટલ લેવડદેવડને લઇને પણ કોંગ્રેસના અવિશ્વાસને મોદીએ પડકાર ફેંક્યો હતો. સાથે સાથે પોતાની સરકારની સિદ્ધિઓને ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, નોટબંધી અને અન્ય નીતિઓના કારણે કાળા નાણા અને અન્ય કારોબાર ઉપર બ્રેક મુકાયો છે જેથી વિરોધીઓ આને લઇને ટિકા કરે તે સ્વાભાવિક છે. પહેલા રૂપિયા અધિકારીઓ અને નેતાઓના ખિસ્સામાં જતા હતા . હવે સીધા જનતા સુધી પહોંચી રહ્યા છે. જે લોકો પરેશાન થઇ રહ્યા છે તે લોકો મોદીના વાળ ખેંચે તે સ્વભાવિક છે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, અમે રહીએ કે ન રહીએ પરંતુ દેશને બરબાદ કરનાર લોકોથી સુરક્ષા આપવાના પ્રયાસ કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, દેશના લોકો કેશલેસની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે કેટલાક પક્ષો બિનજરૂરીરીતે હોબાળો મચાવીને રોકડની વાત કરી રહ્યા છે. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, દેશના એક વડાપ્રધાને એક વખતે કહ્યું હતું કે, દિલ્હીમાંથી એક રૂપિયો નિકળે છે અને ગાંવમાં જતા જતાં ૧૫ પૈસા થઇ જાય છે. મોદીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, આ રૂપિયાને ખસી કાઢનાર પંજાની રમત રહી છે. કયા એવા પંજા છે જે રૂપિયાને ખસીને ૧૫ પૈસામાં ફેરવી કાઢે છે. વર્તમાન સરકાર નક્કી કરી ચુકી છે કે, દિલ્હીમાંથી જો એક રૂપિયો નિકળશે તો ગરીબની પાસે ૯૯ પૈસા પણ નહીં બલ્કે પુરો એક રૂપિયો પહોંચશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks