(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, તેમના જેવા દેખાતા વ્યક્તિને ઉલ્લેખીને મજાક ઉડાવનાર કોમેડી ગ્રુપ છૈંમ્ હવે મુશ્કેલીમાં મૂકાયું છે. મુંબઇ પોલીસની સાઇબર સેલે છૈંમ્ ગ્રુપ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. અને તેમની પર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે એઆઇબીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક વ્યક્તિનો ફોટો મૂકીને ટ્વીટ કરી હતી અને મોદીની મજાક ઉડાવી હતી. યુઝર્સે જ્યારે આ ટ્વીટ નાખવા બદલ એઆઇબીને વખોડ્યું હતું તો કોમેડી ગ્રુપે તે સમયે આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.
એઆઇબી દ્વારા ટ્વીટર પર આ પોસ્ટનો ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો દેખાતો એક વ્યક્તિ એક સ્ટેશન પર ઊભો રહીને પોતાનો મોબાઇલ ચેક કરી રહ્યો છે. જેની એઆઇબી કોમેડી ગ્રુપે ટિપ્પણી કરી હતી. પણ એઆઇબી આ ટ્વીટને દૂર કરે તે પહેલા તે વાયરલ થઇ ચૂકી હતી અને મુંબઇ પોલીસની નજરમાં પણ આવી પડી હતી. અને મુંબઇની સાઇબર પોલીસે આ પોસ્ટને ફોરવર્ડ કરી તેના પર એફઆઇઆર દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું કે એઆઇબી ગ્રુપ દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી હોય અને તેને વિવાદનું સ્વરૂપ મળ્યું હોય આ પહેલા પણ અનેક વાર છૈંમ્ ગ્રુપ તેમની અભદ્ર ટિપ્પણી કરી ચૂક્યા છે. એટલું જ નહીં આ ગ્રુપના એક કોમેડિયન તન્મય ભટે સચિન તેંડુલકર અને લતા મંગેશ્કર વિષે પણ આપત્તિ જનક શબ્દો બોલ્યા હતા. જેનો પણ આ રીતે વિવાદ થયો હતો. એઆઇબીના તન્મય ભટે તેમની પોસ્ટ દ્વારા વડાપ્રધાન મોદીને યાદ કર્યા હતા જેમાં કહેવાયું હતું કે, અમને ખરેખર જાહેર જીવનમાં વધુ મજાકની જરૂર છે. ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રચંડ વિજય બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન આપતા કહ્યું હતું કે, તમે તમારી દરેક સ્પીચમાં મગજ શક્તિનો ઉપયોગ કર્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદીએ શાસ્ત્રીને રિટ્વીટમાં કહ્યું હતું કે, યુપી ચૂંટણીથી આ પ્રવાહ શાંત થવાનો નથી પરંતુ લોકશાહીના વિજય સુધી ચાલશે.