પીએમ મોદી સંસદમાં વિપક્ષ સુધી પહોંચ્યા, સોનિયા અને બીજા નેતાઓનું અભિવાદન કર્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે ગૃહમાં હાજર રહેલા વડાપ્રધાન મોદીએ વિપક્ષો સુધી પહોંચીને તેમનું અભિવાદન કર્યું હતું. મોદીએ વિપક્ષની પહેલી પાટલીએ બેઠેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું હાથ જોડીને અભિવાદન કર્યું, તો પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, એસપી નેતા મુલાયમસિંહ, લોકસભામાંના કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની સાથે હાથ મિલાવીને તેમને આવકાર્યાં હતા. ગૃહની કાર્યવાહી શરૂ થયાની પાંચ મિનિટ વહેલા આવેલા મોદીએ ત્યારબાદ બીજી હરોળમાં બેઠેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. તેમણે મુલાયમ અને ખડગે સાથે થોડી વાતચીત પણ કરી હતી. સંસદમાં આવ્યાં બાદ મોદીએ કહ્યું કે સંસદનું આ વખતનું ચોમાસું સત્ર હંમેશ માટે યાદગાર બની રહેશે. જીએસટીને ટેકો આપવા બદલ મોદીએ તમામ પાર્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જીએસટીને બીજું નામ આપતા મોદીએ કહ્યું કે જીએસટી એટલે, ગ્રોઈંગ સ્ટ્રોંગર ટુગેધર. મોદીએ કહ્યું કે જ્યારે તમામ પાર્ટીઓ એકસાથે આવીને દેશ માટે કામ કરશે ત્યારે જીએસટી સફળ થશે. તેમણે કહ્યું કે મને આશા છે કે આ વખતના સત્રમાં આવી સારી ભાવના જોવા મળશે. આ વખતનું સંસદનું શિયાળુ સત્ર ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે દેશને એક નવા રાષ્ટ્રપતિ
મળવાના છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks