પીએમ મોદીના ૩૨ બિલિયન ડોલરના બેન્ક પેકેજને પ્રોત્સાહન આપવામાં ગુજરાતની સંભવિત ભૂમિકા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ત્રણ વર્ષથી વડાપ્રધાન મોદીએ એક એવા પગલાને ટાળતા રહ્યા છે જેની સેન્ટ્રલ બેન્કના અધિકારીઓની માંડીને ક્રેડિટ રેટિંગ એજન્સીને આશા હતી કે વડાપ્રધાન દેશની બેન્કીંગ ક્ષેત્રની સમસ્યાઓ ખતમ કરવા માટે બેન્કો માટે મસમોટુ પેકેજ જાહેર કરવામાં આવે. પીએમ મોદીના ૩૨ બિલિયન ડોલરના બેન્ક પેકેજને પ્રોત્સાહન આપવામાં ગુજરાતની સંભવિત ભૂમિકા દેખાઈ રહી છે. પરંતુ નાણા મંત્રાલયના પ્રવક્તા ડીએસ મલિકે કહ્યુંમ કે બેન્ક પેકેજ અને ગુજરાતની ચૂંટણીઓને કંઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે આ પેકેજ કોઈ એક રાજ્ય માટે નથી તે અર્થતંત્રના સમગ્ર હિત માટે છે. પીએસયુ બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવશે. ગ્રોથ અથવા વિકાસને વધારવા, બેંકોની સ્થિતિને મજબૂત કરવા અને નોકરીની વધુ તકો ઉભી કરવાના હેતુસર જાહેર ક્ષેત્રની બેંકોમાં જંગી નાણા ઠાલવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીએસયુ બેંકોમાં નાણા ઠાલવીને તેમની સ્થિતિ મજબૂત કરવામાં આવનાર છે. જેટલીએ આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, ૧૩૫૦૦ કરોડ રૂપિયા ફ્રન્ટ લોડેડ રિકેપિટાલાઇઝેશન બોન્ડના સ્વરુપમાં આપવામાં આવશે જ્યારે બાકીની ૭૬૦૦૦ કરોડ રૂપિયાની રકમ બજેટ સપોર્ટ અથવા અંદાજપત્રીય ટેકાના સ્વરુપમાં આપવામાં આવશે.ગુજરાતમાંના મોદીના એક સાથીએ કહ્યું કે ગુજરાત ગરીબ રાજ્ય નથી, અમારે પેકેજની જરૂર નથી પરંતુ ગુજરાતમાં ધંધો-રોજગાર ચાલુ રહેવો જોઈએ. ાીએસયુ બેંકો પાસે પુરતા પ્રમાણમાં ધિરાણની સુવિધા છે. ૨૦૦૮થી ૨૦૧૪ના ગાળામાં એનપીએની સમસ્યા ખુબ જટિલ બની ગઈ હતી. એનપીએ છુપાવીને રાખવામાં આવેલો આંકડો હતો. સરકાર દ્વારા ઉંડી સમીક્ષા કરવામાં આવ્યા બાદ એનપીએને ઘટાડવાની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. વાસ્તવિક સ્થિતિ બેંકોની હવે જાણવા મળી છે. એસેટ ક્વોલિટી ચિંતાને લઇને બેંક સેક્ટર ખુબ પરેશાન છે. ૩૨.૪ બિલિયન ડોલરનું નાણાકીય પેકેજ એક એવું પગલું છે જે અર્થશાસ્ત્રીઓ અને રિઝર્વ બેન્કનું દબાણ હોવા છતાં પણ સરકાર ઘણા લાંબા સમયથી ટાળી રહી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks