પીએમ મોદીના મંત્રીની લાલુ સાથે ગુપ્ત બેઠક યોજાઇ, મોટા સોદાની તૈયારી ??!

નવી દિલ્હી, તા. ૧૮
રાજનીતિ સંભાવનાઓની કળા છે તેમ કહેવામાં આવે છે. બિહારમાં ફરી એકવાર સંભાવનાઓની કળાના બે કલાકાર ચર્ચામાં છે. આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાની મુલાકાત બાદ રાજકીય અટકળો શરૂ થઇ ગઇ છે. આરએલએસપી ભાજપની આગેવાનીવાળા એનડીએમાં સામેલ છે. ઉપેન્દ્ર કુશવાહા નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અને બિહારની ૨૦૧૫માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ આરએલએસપી એનડીએમાં હતી. લાલુ અને ઉપેન્દ્ર કુશવાહાએ સોમવારે મુલાકાત કરી હતી. આરજેડીના એક નેતાએ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. જોકે, કોઇ પણ નેતાએ અત્યારસુધી સત્તાવાર રીતે આ મુલાકાત અંગે કાંઇ કહ્યું નથી. આ વર્ષે ઓગસ્ટમાં જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન તોડી ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતા. જ્યારે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી જેડીયુ, આરજેડી અને કોંગ્રેસે મળીને લડી હતી પરંતુ ૨૦ મહિના બાદ આ ગઠબંધન તૂટી ગયું હતું. નીતિશ પોતાના જુના સાથીદાર ભાજપ સાથે જોડાઇ ગયા પરંતુ તેનાથી ઉપેન્દ્ર કુશવાહા નારાજ થયાની ચર્ચા છે. એવું માનવામાં આવે છે કે, કુશવાહા નીતિશને પોતાના પ્રતિસ્પર્ધી માને છે અને તેમની સાથે રહેવા માગતા નથી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, કુશવાહા લાલુ સાથે મળીને પોતાની સંભાવનાઓ શોધી રહ્યા છે. આરજેડી જો કુશવાહાને મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવી દે તો એનડીએમાં તિરાડ પાડવી મુશ્કેલ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks