વડાપ્રધાન મોદીને કરોડોથી ઓછું ખપતું નથી, તે ભ્રષ્ટાચારમાં નિપુણ છે : કોંગ્રેસ

(એજન્સી) તા.૪
રાફેલ સોદાને બધા ભ્રષ્ટાચારની દાદી ગણાવતા કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે અયોગ્ય મૂડીવાદની સંસ્કૃતિ મોદી સરકારના ડીએનએનો ભાગ બની ગઈ છે. રવિવારે કોટાની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા ગોહિલે કહ્યું હતું કે ભ્રષ્ટાચારી રાફેલ સોદાને ખુલ્લો પાડવા કોંગ્રેસના કાર્યકરો દેશનો પ્રવાસ કરશે. ગોહિલે પ્રશ્ન કર્યો હતો કે મોદીના કાર્યકાળમાં રાફેલનો ભાવ રૂા.પર૬ કરોડથી વધુ રૂા.૧૬૧૦ કરોડ એટલે કે ૩૦૦ ટકા જેટલો કેવી રીતે વધી ગયો ? ગોહિલે આક્ષેપો કર્યા હતા કે અરૂણ જેટલી અને મનોહર પાર્રિકર રાફેલ સોદામાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકી ગયા હતા. હવે રાજકીય રીતે સરળ વ્યક્તિ નિર્મલા સીતારમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. ગોહિલે આક્ષેપ કર્યો કે એવું કહેવામાં આવે છે કે મોદી કરોડોથી ઓછા રૂપિયા સ્વીકારતા નથી. તે સુરક્ષિત ભ્રષ્ટાચારમાં નિપુણ છે. ગોહિલે પ્રશ્ન કર્યો હતો કે જો મોદી સરકાર રાફેલ સોદામાં નિર્દોષ હોય તો તે રાહુલ ગાંધીની માગણી મુજબ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નું ગઠન કેમ નથી કરતી ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks