પીએમ મોદીની ‘રાષ્ટ્રભેટ’ લાખો લોકોને ડૂબાડશે તે નક્કી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
પીએમ મોદી ની ‘રાષ્ટ્રભેટ’ લાખા લોકોને ડૂબાડી નાખશે તે નક્કી છે. મોદીએ સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું હતુ. પરંતુ તેમની આ ભેટ સરવાળે સેંકડો પરિવારાનો બર્બાદ કરી નાખશે તે કોઈકે જાણ્યું. સરદાર સરોવર ડેમમાં પાણી વાળવામાં આવ્યું, જળ સપાટી વધારીને ૧૨૯.૬૪ મીટર કરવામાં આવી જેને પરિણામે મધ્યપ્રદેશમાં એક આખી ટાઉનશીપ અને ૧૯૧ ગામો ડૂબમાં ગયાં. તમામ ૮૮ પુનવસન સ્થળોમાં મૂળભૂત સુવિધાઓ વિશે ઈન્દોર હાઈકોર્ટમાં ખોટા દાવાઓ કરવામાં આવ્યાં. એવી જાહેરાત કરવામાં આવી કે મધ્યપ્રદેશમાં ૬૮૧ પરિવારોને ૬૦ લાખ અને ૧૫ લાખનું વળતર ચૂકવવામાં આવ્યું.
ડેમના લાભોને પણ તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યાં
ડેમના લાભોને પણ તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યાં હતા. ૧૭.૯૨ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ કરવાની યોજના બનાવવામાં આવી પરંતુ તેમાંથી ફક્ત બે લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકી છે. નર્મદા બચાવ આંદોલનના એક રિપોર્ટ અનુસાર ૪૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોના જીવન પર ખતરો સર્જાયો છે.આ પ્રોજેક્ટની શરૂઆત વખતે મૂળ ખર્ચ ૬,૦૦૦ કરોડ આંકવામા આવ્યું. સરદાર ડેમમાં પાણીના પ્રવાહ વધી રહ્યો છે અને તે હાલના તબક્કે ૧૨૮.૫૦ મીટર વધી રહ્યો છે. જેને પરિણામે રાજઘાટ, નિસારપુર અને બીજા ગામો પર ડૂબવાનું સંકટ તોળાઈ રહ્યું છે.
સરદાર સરોવર પ્રોજેક્ટ દ્વારા વેઠવામાં આવેલી નાણાકીય ખોટ
૧૯૮૩ માં આ પ્રોજેક્ટનો ખર્ચ ૪૨૦૦ કરોડ આંકવામાં આવ્યો પરંતુ ૧૯૮૮ માં આયોજન પંચે આ પ્રોજેક્ટ માટે ૬૪૦૦ કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપી. આજે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૯૯,૦૦૦ કરોડને પાર પહોંચ્યો છે. સરેરાશ ગણીએ, તો એક વર્ષમાં ૯૦૦૦ કરોડનો ખર્ચ આવી રહ્યો છે. સંખ્યાબંધ લોકોને હજુ સુધી પ્લોટ કે વળતર મળ્યું નથી. ફરિયાદ નિવારણ સત્તામંડળ પાસે આજે પણ ઢગલો અરજીઓ નિકાલ વગરની પડી છે. ગુજરાતમાં નર્મદા કેનાલનું કામ પણ બાકી છે અને અત્યાર સુધીમાં કુલ કેનાલના નેટવર્કના ફક્ત ૩૦ ટકા જેટલું કામ પુરુ થયું છે. જેને કારણે કચ્છ અને રાજ્યના બીજા જિલ્લાઓમાં નર્મદાનું પાણી પહોંચાડવાના ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયાં. ગુજરાતમાં કેવડિયા કોલોનીમાં પણ અસરગ્રસ્તોના પ્રતિનિધિઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. મધ્યપ્રદેશના છોટા બરડા ગામમાં જળસત્યાગ્રહ પર બેઠેલા લોકોએ હાથ પગ દર્શાવીને વિરોધ કર્યો હતો જે નીચેની તસવીર પર ચોખ્ખું જોઈ શકાય છે.
પર્યાવરણી અભિગમની પણ ઉપેક્ષા કરવામાં આવી
આ પ્રોજેક્ટ માટે પર્યાવરણની સંપૂર્ણ આકારણી કર્યા વગર જ ૧૯૮૭ ની સાલમાં પર્યાવરણીય મંજૂરી આપી દેવામાં આવી એ શરતે કે, પર્યાવરણીય આકારણી કરવામાં આવશે અને તેને સાઈડ બાય સાઈડ કરવામાં આવશે. પરંતુ આજ દિન સુધી આ શરતનું પાલન કરવામાં આવ્યું નથી. વરસાદી પાણીના વિસ્તારો, કમાન્ડ એરિયા વિકાસ, પર્યાવવરણ., રીમ સ્થિરતા, આરોગ્યની અસરો, પુરાતત્વ નુકશાન, તથા માનવીય નિષ્ફળતા જેવા મુદ્દાઓની ઉપેક્ષા કરવામાં આવી.પર્યાવરણીય અભિગમો પરનું કામ તો બાજુએ રહ્યું પરંતુ, સરકારે પર્યાવરણીય મંજૂરીના ખોટા રિપોર્ટ રજૂ કરીને ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી પણ મેળવી લીધી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks