National

સુપ્રીમકોર્ટે પીએનબી છેતરપિંડી કેસમાં એસઆઈટી દ્વારા તપાસની માગણી કરતી અરજી ફગાવી, કહ્યું વડાપ્રધાન સામે અસમર્થનીય દાવાઓ કરાયા છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સુપ્રીમકોર્ટે જુદા જુદા નાણાંકીય કૌભાંડો, જેમાં પીએનબી છેતરપિંડી કૌભાંડ પણ સામેલ છે. એમની તપાસ કોર્ટની નિગરાની હેઠળ સીટ દ્વારા કરાવવા માગણી કરતી અરજી ફગાવી હતી. કોર્ટે નોંધ્યું કે વડાપ્રધાન અને નાણાપ્રધાન સામે અનઅધિકૃત અને ત્રાસ દાયક દાવાઓ કરાયા છે. સીજેઆઈ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેંચે વડાપ્રધાન અને નાણામંત્રી સામે મૂકાયેલ આક્ષેપો બાબત તીખી નારાજગી દર્શાવી હતી. કોર્ટે કહ્યું કે અરજીમાં અનઅધિકૃત, બિનજરૂરી અને ત્રાસદાયક દાવાઓ કરાયા છે અમે આ અરજી તરફ ધ્યાન આપીશું નહીં. જેથી અરજી રદ કરવામાં આવે છે. અરજીનો વિરોધ કરતાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે આ પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટીગેશન છે. એમણે કહ્યું કે, સંપૂર્ણ આધારવિહોણા આક્ષેપો ઉચ્ચ સરકારી નેતાઓ સામે મૂકવામાં આવ્યા છે. અરજી દાખલ કરનાર વકીલ એમ.એલ.શર્મા હતા. એમણે આક્ષેપો કર્યા કે કોઈ પણ બેંક મોટી લોન રાજકારણીઓના હસ્તક્ષેપ વિના નહીં આપી શકે. સુપ્રીમકોર્ટે વકીલની એ વિનંતી પણ રદ કરી જેમાં એમણે માગણી કરી હતી કે એ નવેસરથી અરજી દાખલ કરશે જેમાં વડાપ્રધાન અને નાણાપ્રધાનના નામો નહીં હોય.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.