(એજન્સી) શ્રીનગર, તા.૧૮
શ્રીનગર – અનંતનાગમાં આવેલ હાલમુલ્લામાં જમ્મુ નેશનલ હાઈવે પર સ્થાનિકોએ કલાક સુધી જામ કર્યા બાદ પોલીસે સેના વિરૂદ્ધ કરી રહેલા પ્રદર્શનકારોને વિખેરવા માટે બળપ્રયોગનો ઉપયોગ કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પોલીસ પ્રદર્શનકારોને હાઈવે પરથી હટાવવા માટે મહિલાઓ, વૃદ્ધો સહિત તમામ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે આ આરોપોને ફગાવ્યા હતા. અને ટ્રક ડ્રાઈવર સાથે કથિત ખરાબ વર્તન કર્યુ હતું. તેમજ ટ્રક ડ્રાઈવરને બચાવનાર ન્યુઝપેપર વેચતો ફેરિયાને પણ માર માર્યો હોવાનો આરોપ પણ સેનાએ ફગાવતા કહ્યું કે, અમારા જવાને કોઈ નાગરીકને માર માર્યો ન હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, હાલમુલ્લામાં સેના અને સ્થાનિકો વચ્ચે અથડામણ સર્જાતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિતમાં લેવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ આ અંગે કહ્યું કે, સેનાએ કુપવારામાં ટ્રક ડ્રાઈવરને રોક્યો હતો. અને બાદમાં તેને સેનાની જીપમાં બેસાડીને લઈ ગયા હતા. આ ઘટના જોતાં ન્યુઝપેપર ફેરિયાએ આ મામલે દખલગીરી કરતાં સેનાના જવાને તેને માર માર્યો હતો. જો સ્થાનિકો આ મામલે દખલગીરી ન કરી હોત તો તેણે હામિદને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવના પગલે સ્થાનિકોએ નેશનલ હાઈવે પર શાંતિપૂર્ણ દેખાવો કરી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ મામલે દખલગીરી કરી ઉકેલ લાવવા માગ કરી હતી. સ્થાનિકોએ આરોપ મૂક્યો કે, પોલીસે તેમને વિખેરવા માટે સ્મોક શેલ્સ ફેંક્યા હતા. તેમજ હવામાં ગોળીબાર અને લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે આ આક્ષેપોને ફગાવી દેતા કહ્યું કે, તેમણે કોઈને પણ માર મારવામાં આવ્યો ન હતો. આ ચક્કાજામને લીધે અમુક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. જેથી પોલીસે પ્રદર્શનકારોને વિખેરાઈ જવા કહ્યું હતું.