International

ન્યૂઝીલેન્ડનો નરાધમ આતંકી પાંચ એપ્રિલ સુધી પોલીસ હિરાસતમાં

(એજન્સી)
ક્રાઇસ્ટચર્ચ, તા. ૧૬
ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં ગોળીબાર કરનારો નરાધમ આતંકવાદી બ્રેન્ટન ટેરંટને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના પર હત્યાનો આરોપ ઘડાયો હતો. કોર્ટે તેને પાંચ એપ્રિલ સુધી પોલીસ હિરાસતમાં મોકલ્યો છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ને કહ્યું છે કે, દેશમાં ગનના કાયદામાં ફેરફાર કરવામાં આવશે. ક્રાઇસ્ટચર્ચમાં અલનૂર અને લિનવૂડ મસ્જિદોમાં ઘૂસીને નમાઝીઓ પર ગોળીઓ વરસાવીને આતંકવાદી બ્રેન્ટને ૪૯ નમાઝીઓને શહીદ કર્યા હતા. હુમલામાં બાંગ્લાદેશના ક્રિકેટ ખેલાડીઓ પણ સહેજમાં બચી ગયા હતા. દરમિયાન હુમલામાં નવ ભારતીયો પણ લાપતા હોવાના અહેવાલ પણ મળ્યા હતા.
બ્રેન્ટનને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેના હાથમાં હાથકડી લગાવાઇ હતી. તે ઓસ્ટ્રેલિયન મૂળનો ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છે. કોર્ટમાં તેણે પોતાને ફાસીવાદી ગણાવ્યો હતો અને પોતાના જામીન માટે અરજી પણ કરી ન હતી. વડાપ્રધાને કહ્યું કે, મને જાણવા મળ્યું છે કે, અપરાધીએ પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો અને તેની પાસે તેના લાયસન્સ હતા. આરોપીએ લાયસન્સ નંબર ૨૦૧૭માં મેળવ્યા હતા. આ ગંભીર ઘટનાને જોતાં હું કહી શકું કે, અમારો ગન કાયદો બદલાશે. ૨૦૦૫, ૨૦૧૨ અને ૨૦૧૭માં ન્યૂઝીલેન્ડમાં ગનના કાયદાને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને એમ પણ કહ્યું કે,