(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરત મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડનારી ટીમ સાથે ડુમસ પીએસઆઈ રાઠોડ બંદોબસ્તમાં ગયા હતા. પીએસઆઈ દ્વારા જાતિ વિષયક ટીપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે આજે માલધારી સમાજ દ્વારા ડુમસ પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડુમસમાં રખડતા ઢોરોની ફરિયાદના પગલે ગત શનિવારે ડુમસ પોલીસનો કાફલો મનપાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચાડી હતી. જ્યાં માલધારી સમાજ અને પોલીસી વચ્ચે રખડતા ઢોર પકડવા બાબતે ઘર્ષણ થયું હતું. તે દરમિયાન ડુમસ પીએસઆઈ રાઠોડ દ્વારા જાતિ વિષયક ટીપ્પણી કરવામાં આવી હતી. જેથી આજે માલધારી સમાજ દ્વારા ડુમસ પોલીસ મથકનો ઘેરાવ કરીને ધુન બોલવામાં આવતી હતી. આ અંગે ડીસીપી ઝોન-૨ બી.એસ. પાંડોરના જણાવ્યા અનુસાર માલધારી સમાજ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેની તપાસ હાથ ધરાશે. માલધારી સમાજ દ્વારા ઢોર પકડવા આવેલી પોલીસ દ્વારા કથિત રીતે અયોગ્ય વર્તનની રજૂઆત મળી છે. પોલીસ દ્વારા રજૂઆતમાં કહેવાયેલ અશોભનિય વર્તનનું થયું હોવાનું જણાવ્યું છે. તેમ છતાં માલધારી સમાજની રજૂઆતના આધારે તપાસ કરીશું.