સુરત, તા.૯
મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે રજૂ કરવામાં આવેલા બોગસ ડોમીસાઈલ સર્ટીફિકેટ કૌભાંડમાં પૂણા પોલીસે બહુમાળી બિલ્ડિંગ જઇ મામલતદાર કચેરીએ તપાસ હાથ ધરી હતી.
પોલીસે અધિકારી ચૌહાણ અને ત્યારબાદ નાયબ મામલતદાર અજિત મહેતાની પૂછપરછ કરવામાં આવશે એવું પૂણા પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂણાની ભાતની વાડી અર્ચના સ્કૂલ પાસે આવેલા જનસેવા કેન્દ્ર ખાતે મેડિકલ અને ડેન્ટલ કોલેજામાં પ્રવેશ મેળવવા માટે ડોમીસાઈલ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓએ લેવાના હોય છે. આ સર્ટીફિકેટ કાઢી આપવા માટે ભાવેશ કાતરીયા એન્ડ કંપની દ્વારા ૩૫૦૦થી ૫૦ હજાર રૂ. પડાવી લેવામાં આવતા ડો. અરવિંદ વિરડીયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી ૧૧મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
Facebook
0
Twitter
0