વડોદરામાં અલકાપુરીમાં ટ્રાફિક હળવો કરવા પોલીસ પાલિકાની ઝુંબેશ

અમદાવાદ,તા.૮
વડોદરામાં પાર્કિંગની વિકટ સમસ્યાને દૂર કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પાર્કિંગ અને રોડ રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે આજે વડોદરા શહેરના અલકાપુરી ગરનાળાથી રેષકોર્સ સર્કલ સુધીના માર્ગ ઉપર દબાણો દૂર કરવાનું અને ગેરકાયદેસર કરેલા વાહનો ટોઇંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનને પગલે અલકાપુરી રોડ ઉપર ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા જે.સી.બી. સાથે અને પોલીસ તંત્રની ટ્રાફિક શાખા ટોઇંગ ક્રેન સાથે અલકાપુરી રોડ ઉપર ત્રાટક્યું હતું. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા ટાઉન પ્લાનિંગની સૂચના પ્રમાણે પાર્કિંગની જગ્યાએ બનાવવામાં આવેલા શેડ, ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ટ્રાફિક શાખા દ્વારા કોમ્પ્લેક્ષની બહાર રોડ ઉપર કરવામાં આવેલ કાર, ટુ-વ્હીલરને ટોઇંગ ક્રેઇન દ્વારા ઉઠાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ટ્રાફિક ક્રેઇન દ્વારા વાહનો ઉઠાવવાનું શરૂ કરતા જ કોમ્પ્લેક્ષમાં કામ માટે ગયેલા વાહનોએ દોડધામ કરી મુકી હતી. અને ક્રેઇન વાહનો ઉઠાવીને લઇ જાય તે પહેલાં પોતાના વાહનો દંડ ભરીને છોડાવી લીધા હતા. કેટલાક વાહન ચાલકો પોલીસ તંત્ર સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા. જોકે, ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા કોઇ દાદ આપવામાં આવી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks