Gujarat

અંકલેશ્વરમાં આંતરરાજ્ય કુખ્યાત ગેંગસ્ટરનો પોલીસ પર ફાયરિંગ

અંકલેશ્વર, તા.૫
આંતર રાજ્ય કુખ્યાત ગેંગસ્ટરો જે વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા. અને હાલમાં ફરાર હોય બંને અંકલેશ્વરમાં છુપાયા હોવાની વડોદરા આર.આર.સેલને બાતમી મળી હતી. જેનાં આધારે ભરૂચ પોલીસ અને એસઓજીએ સાથે મળી ઓપરેશન હાથ ધરતા બંને ગેંગસ્ટરોને માત્ર અડધા કલાકમાં જ દબોચી લીધા હતા.
કુખ્યાત ગેંગસ્ટર બ્રિજ ભુષણ પાંડે ઉર્ફે બુતુલ પાંડે અને મુના પાંડેની બંને યુપી, એમપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લૂંટ-ધાડ- કિડનેપિંગ અને પોલીસ ઉપર ફાયરિંગ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી હતા. જેઓ હાલમાં વોન્ટેડ હોવાથી બંને અંકલેશ્વરના જનતાનગર વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ પાસે રહેતા હોવાની વડોદરા આર.આર.સેલને બાતમી મળી હતી.
વડોદરા આર.આર સેલ. એસઓજીએ ભરૂચ જિલ્લા પોલીસ વડા આર.વી. ચુડાસમાનો સંપર્ક કરી તેમને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર ઓપરેશન પાર પાડવા માટે પોલીસ પાસે માત્ર અડધો કલાકનો સમય હતો. જેમાં પણ આ કુખ્યાત ગેંગસ્ટરો પોલીસ ઉપર ફાયરિંગ કરવાની ટેવ ધરાવતા હોય પોલીસ પૂરતી તૈયારી સાથે પહોંચી હતી.
આ સમગ્ર ઓપરેશનમાં વડોદરા આર.આર.સેલ એસઓજી, ભરૂચ ક્રાઈમ બ્રાંચ, અંકલેશ્વર જીઆઈડીસી અને તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. દરમિયાન મુન્નાએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં પોલીસે પણ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપી મુનાને હાથમાં ઈજા પહોંચી હતી.
મુન્નાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.