Gujarat

વડોદરામાં પત્નીને ભરણ-પોષણ ન ચૂકવી શકનાર યુવક વાજતે-ગાજતે પોલીસ સમક્ષ હાજર !

અમદાવાદ, તા.૧પ
આજના આધુનિક અને કહેવાતા સંસ્કારી સમાજના અનેકવાર એવા કિસ્સા સામે આવે છે જે ભારોભાર વેદના અને દુઃખથી ભરેલા હોય છે પણ ઘણી વખતે આવા કિસ્સાઓ સાંભળતા ક્ષણિક રમૂજ ઊભી થાય છે. પણ આ રમૂજ ઉપજાવનાર કથાની પાછળથી વાસ્તવિકતા સમાજનું વરવું ચિત્ર દર્શાવે છે. વડોદારામાં પત્નીને ભરણ-પોષણ ન ચૂકવી શકનાર એક યુવકે જ્યારે વાજતે-ગાજતે જેલ જવાનું નક્કી કર્યું ત્યારે રમૂજની સાથે સમાજની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. પત્નીએ મુકેલા છૂટાછેડાના કેસમાં ભારણ પોષણ ચૂકવી નહીં શકનાર પતિએ જેલમાં જવાનું પસંદ કર્યું હતું. એટલું જ નહીં પત્ની પીડિત પુરૂષ સંગઠન એક ઉદાહરણ રૂપે યુવકને વાજતે ગાજતે હાર પહેરાવી પોલીસ મથક સુધી મુકવા ગયા હતા. યુવકના માતા-પિતાએ પણ તેને અન્યાય સામે ન ઝૂકી જેલ જવાનું પસંદ કરાવી અને ફૂલહાર પહેરાવી રવાના કર્યો. વડોદરા શહેરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા હેમંત રાજપૂતના લગ્ન ૧૫ વર્ષ પૂર્વે થયા હતાં લગ્ન બાદ ઘરકંકાસના કારણે પત્ની હેમંતના માતા-પિતા સાથે ન રહેવા માગતી હોઈ તેણે છૂટાછેડા અને ભરણપોષણ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યારે હેમંત પોતાની જન્મદાતા માતા-પિતાને છોડવા માગતો ન હતો. આ મુદ્દે લાંબા સમયથી કોર્ટમાં ભરણપોષણ માટે કેસ ચાલતો હતો. હેમંત રાજપૂત છૂટક મજૂરી કરતો હોવાથી તે એક બાંધેલી રકમ ભરણપોષણમાં આપી શકે તેવી ક્ષમતા ધરાવતો ન હતો. જેથી લાંબા સમયના કેસ બાદ તેને ભરણપોષણ આપવા બાબતે કોર્ટ સમક્ષ નાદારી જાહેર કરી હતી. જેથી ફેમિલી કોર્ટ દ્વારા તેનું વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. લાંબા સમયથી ભરણપોષણના નામે આર્થિક સંકટમાં ફસાયેલા યુવકે પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં પરિવારજનો અને મિત્રો પણ યુવકની સ્થિતિથી વાકેફ હતા જેથી તેઓ પણ હેમંતને પોલીસ મથક સુધી મુકવા વાજતે ગાજતે ફૂલ હાર પહેરાવી આવી પહોંચ્યા હતા. સાથે સાથે પત્ની પીડિત પતિના સગંઠનના લોકો પણ પોલીસ મથકે આવી યુવકનું સન્માન કર્યું હતું. દેશભરની ફેમિલી કોર્ટમાં આવા અનેક ભરણપોષણના કેસો ચાલી રહ્યા છે. જે કેસમાં કેટલાક કિસ્સાઓ ફક્ત પુરૂષ અરજદારને માનસિક ત્રાસ આપવા માટે જ ઉભા કરવામાં આવ્યા છે. આવા અપૂરતા ન્યાય સામે આજે યુવકે અનોખી રીતે વિરોધ નોંધાવી સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Gujarat

  હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

  ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.