જૂનાગઢના કેશોદમાં બિલ્ડરની હત્યા : પોલીસ તપાસનો ધમધમાટ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બિલ્ડરની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી અને દાગીનાની ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર કેશોદના કેવલકુમાર રમેશભાઈ સવાણી (ઉ.વ.ર૮) નામના યુવાન કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલ હોય દરમિયાન ગઈકાલે તેઓ હાઈવે ઉપર આવેલી તેમની સાઈટ ઉપરથી બેભાન હાલતમાં મળી આવેલ તેમને તાત્કાલિક કેશોદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મૃતકની પત્નીએ મોબાઈલ ફોન ઉપર તેમના પતિ સાથે છેલ્લી વાત રાત્રિના ૧૧.૩૦ કલાકે કરી હતી અને ત્યારબાદ તેઓનો ફોન બંધ આવતા મૃતકના સસરા અને જેઠ દ્વારા તપાસ કરતા તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. દરમિયાન મૃતકે સોનાનો ચેઈન અને વીંટી પહેરેલ હતા. જે હત્યારાઓ હત્યા કરી અને લઈ ગયા હોવાનું માનવામાં આવી રહેલ છે. કેવલકુમાર રમેશભાઈ સવાણી ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરેલ. ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું હતું. દરમિયાન મૃતકના મોટાભાઈ મહેશ સવાણીએ પોલીસમાં આ ફરિયાદ નોંધાવતા પોલીસે કેવલકુમાર રમેશભાઈ સવાણીની હત્યા અંગે ગુનો નોંધી અને આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. કેશોદ શહેરમાં બિલ્ડરની બોથડ પદાર્થ મારી હત્યા કરી અને દાગીનાની ચોરી કરવાના આ બનાવને પગલે સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે કેશોદ પોલીસ તથા જૂનાગઢ એલસીબીની ટીમ વધુ તપાસ ચલાવી રહેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks