Gujarat

અમરેલી : પોલીસકર્મીની પત્નીએ ગળે ફાંસો ખાતાં ચકચાર

અમરેલી, તા.૨૩
અમરેલીના તાલુકા પોલીસ મથકમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલના પત્નીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચેલ છે.
મળતી વિગતો અનુસાર અમરેલીના ચક્કરગઢ રોડ અમૃતનાગર શેરી નંબર-૫માં ભાડેના મકાનમાં રહેતા અને અમરેલી તાલુકા પોલીસમાં કોસ્ટેબલ તરીકે નોકરી કરતા કિરીટભાઈ ખોડાભાઈ મકવાણા રહે મૂળ સાવરકુંડલા વાળાની પત્ની પ્રભાબેન ઉવ-૨૧ ગુરૂવારના રાત્રીના આઠેક વાગ્યાના પંખાના હુક સાથે ચૂંદડી વડે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો. બનાવ અંગે પ્રભાબેનના પિતા જેરામભાઈ ડાયાભાઇ મહિડાએ તેમના જમાઈ કિરીટભાઈ તેમજ વેવાણ જયાબેન ખોડાભાઈ મકવાણા અને તેની પુત્રીની જેઠાણી લતાબેન જયસુખભાઇ મકવાણા સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી કે તેની પુત્રી ઉપર તેની સાસુ જયાબેન અને જેઠાણી ચારિત્ર્ય વિષે શંકા રાખતા અને શારીરિક મારમારી દુઃખ ત્રાસ આપતા હતા અને પતિ તેમની ચડામણીથી મારકૂટ કરતા હોવાથી મરવા મજબૂર કરતા આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
મૃતક પ્રભાબેનના લગ્ન હજુ છ માસ પહેલા તા.૨૬/૪/૨૦૧૮ના થયા હતા અને કોન્સ્ટેબલ પતિ સાથે છ મહિના ઘર સંસાર ચાલેલ હતો ત્યાં જ આ પગલું ભર્યું હતું. પ્રભાબેને સુસાઇડ નોટમાં લખેલ હતું કે તેના મરવા પાછળ કોઈનો વાંક નથી તેણે આ પગલું પોતાની મેળે ભરેલ હોવાનો ઉલ્લેખ કરેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

    ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
    Read more
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.