વડોદરામાં ટ્રાફિકને નડતરરૂપ વાહન સામે પોલીસની લાલ આંખ

વડોદરા, તા. ૮
શહેરમાં ટ્રાફીકને નડતરરૂપ થઇ ઉભા રખાતા વાહનો સામે ટ્રાફિક પોલીસે આજથી ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં અલકાપુરીથી રેસકોર્ષ વિસ્તાર સુધી ટ્રાફીકને નડતરરૂપ ઉભા રહેતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.શહેરમાં આડધેડ રીતે પાર્ક થતા વાહનોને કારણે ટ્રાફિકની પ્રશ્ન જટીલ બન્યો છે. પીકઅપ અવર્સમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જેમાં રસ્તામાં નડતરરૂપ પાર્ક થતા વાહનો એક મુખ્ય કારણ પણ છે. જેને કારણે શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આજે એક ડ્રાઇવ શરૂ કરાઇ હતી. જેમાં અલકાપુરી ગરનાળાથી રેસકોર્ષ સર્કલ સુધી રસ્તામાં નડતરરૂપ રીતે આડેધડ પાર્ક થતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન માલિકો પાસેથી દંડની વસુલાત પણ કરવામાં આવી હતી.તેવીજ રીતે કોર્પોરેશન દ્વારા પણ હાઇરાઇઝ બિલ્ડીંગના પાર્કિંગ વિસ્તારમાં ઉભા થયેલા દબાણો દુર કરવાના અભિયાનના ભાગરૂપે આજે કારેલીબાગ બીએસએનએલની ઓફીસથી મુકતાનંદ ત્રણ રસ્તા સુધી પાર્કિંગ વિસ્તારમાં નડતરરૂપ સાધનો તેમજ વાહનો દુર કરવામાં આવ્યા હતા. આ બાદ આજે માંજલપુરમાં સરસ્વતી કોમ્પલેક્ષના મુખ્યમાર્ગ પર પણ પાર્કિંગનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks