પહાડો પરથી પાણી નીચે આવતાં વઘઈ તથા અન્ય ગામોમાં પૂરની પરિસ્થિતિ

વાપી, તા.૭
આહવા ડાંગમાં ભારે વરસાદને કારણે તથા. આહવાના પહાડો પરથી પાણી ઉપરવાસમાંથી તથા ભારે વરસાદને કારણે પાણી નીચે તરફ આવતા વઘઈ તથા અન્ય ગામોમાં પાણીનો પ્રવાહ આવતાં ભારે પુરની સ્થિતિ સર્જાઇ છે. વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આહવા ડાંગ પ્રશાસને તકેદારીના ભાગરૂપે અને સુરક્ષાના પગલા લેવાનું ચાલુ કરી વાહનચાલકોને જે તે સ્થિતિમાં રોકી દેવામાં આવ્યા છે જેથી કરીને આવતા પ્રવાસીઓની કોઈ જાનહાનિ ન થાય અને આ સ્થિતિનો મુકાબલો કરી શકે. આ સિઝનના પ્રથમ વરસાદે જ પાણી આવ્યુ અને તેનો ભયાનક સ્વરૂપ જોઈને નીચાણવાળા વિસ્તારોના અને વઘઈ ગામના નાગરિકો આ પાણીનો પ્રવાહ જોઈને ગભરાઈ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks