પોતાના મૃત્યુની જાહેરાત કરનાર સાહિત્યકાર પેરૂમલ મુરૂગનની વાપસી : ફરી લેખન શરૂ કર્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
પોતાની નવલકથાની વિરૂદ્ધ દક્ષિણપંથી સમૂહોના હોબાળોઓ અને વિરોધ બાદ ર૦૧પમાં પોતાનું મૃત્યુ અને લેખન કર્મ છોડવાનું એલાન કરનારા અને મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય બાદ લેખન કર્મ શરૂ કરનારા તામિલ લેખક બુદ્ધિજીવી પેરૂમલ મુરૂગન જણાવે છે કે તેમને સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે તેઓ મૂર્ખ હતા, જેને માહોલનો થોડો પણ આભાસ ના થયો. મુરૂગન હવે તામિલમાં એક નવું પુસ્તક ‘કોઝયિન પાદાલગાલ’ એટલે ‘કાયરના ગીત’ બહાર પાડવા જઈ રહ્યા છે. જે તેમણે તેમના વનવાસ દરમ્યાન લખી હતી. આ કવિતાઓમાં તેમનું મૌન ગાયક સમાન હોય છે. આ એવો કાળ હતો જ્યારે તેઓ પોતાની સાથે જંગ લડી રહ્યા હતા. ત્યારે બહારની શક્તિઓ સાથે પણ તેમનો સંઘર્ષ ચાલુ હતો. કેટલીક કવિતાઓમાં ઉદાસીનતા પ્રસરી છે. કેટલીક કવિતાઓમાં આક્રોશ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. મોટાભાગની કવિતાઓમાં પ્રકૃતિની કર્કશતા પ્રતિબિંબિત થઈ રહી છે. આમાં પ્રકૃતિના રૂપકો તરીકે જે છે તે કવિની વેદના અને મનોવ્યથાને સ્વર આપે છે. એક સાક્ષાત્કારમાં મુરૂગને જણાવ્યું કે આ સંકલનની કવિતાઓ તેમની સ્વાભાવિક અભિવ્યક્તિ છે અને તેને કાગળ પર કંડારવીએ કોઈ પડકાર નહોતો. આ સંકલનમાં કાયરનું ગીત શીર્ષકની એક કવિતા છે. એક સાથે જોઈએ તો દરેક કવિતા પોતે પણ એક પ્રકારે કોઈ કાયરના ગીત સમાન દૃશ્યમાન થાય છે. તેમણે કાયર શબ્દનો ઉપયોગ કેમ કર્યો. તેના જવાબ આપતાં તેઓ જણાવે છે કે, તમે માનો કે ના માનો, દરેક માણસની જિંદગીમાં એક એવી પળ આવે છે, જ્યારે તે પોતાની જાતને કાયર અનુભવે છે અથવા તો સમય અને પરિસ્થિતિ તેને કાયર બનાવી દે છે. ‘સોંગ્સ ઓફ એ કાવર્ડ’નું પ્રકાશન પેંગુઈન બુક્સે કર્યું છે. મૂળથી આનો અનુવાદ અનિરૂદ્ધન વાસુદેવને કર્યું છે અને તેમાં ર૧૦ કવિતાઓ છે. મુરૂગન જણાવે છે કે તેમને સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે હું મૂર્ખ હતો. જેને માહોલનો જરા પણ આભાસ ના થયો. જો કે સાહિત્યિક વનવાસ ક્યારેય પીડાદાયક નથી રહ્યો. તેમની તામિલ નવલકથા ‘મધોરૂબગન’નો કટ્ટરપંથીઓએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ મુરૂગને (પોતાની) લેખકની મોતની ઘોષણા કરી દીધી હતી. તેમણે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે ‘લેખક પેરૂમલ મુરૂગનનું મોત નિપજ્યું છે.’’ આ સાથે જ હિન્દુ સંગઠનોએ તેમની વિરૂદ્ધ ગુનાહિત કેસ દાખલ કર્યો હતો. પરંતુ આ કેસમાં જુલાઈ ર૦૧૬માં મદ્રાસ હાઈકોર્ટે મુરૂગનના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું હતું કે તેઓ ફરીથી લખવાનું શરૂ કરે. તેમણે ડરવાની કોઈ જ જરૂર નથી. અદાલતે તેમની વિરૂદ્ધ દાખલ કેસને નકારી દીધો હતો. અદાલતે આ પ્રકારના વિવાદોનો ઉકેલ લાવવા માટે એક નિષ્ણાંતોની ટીમ રચવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ મુરૂગને ખુશી વ્યક્ત કરતાં ફરીથી લખવાનું એલાન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks