જમ્મુ-કાશ્મીરના ભાજપ અધ્યક્ષનો નવા રાજ્યપાલ સત્યપાલ મલિકને ‘પોતાનો માણસ’ ગણાવતો વીડિયો વાયરલ

(એજન્સી) શ્રીનગર, તા. ૩૦
અવારનવાર પોતાના નિવેદનોને કારણે સમાચારોમાં આવતા ભારતીય જનતા પાર્ટીના જમ્મુ-કાશ્મીર અધ્યક્ષ રવિંદર રૈના ઠારી એકવાર વિવાદમાં સપડાયા છે.
રૈના એક વાયરલ થયેલ વીડિયોમાં તે પોતાની આસપાસના લોકોને કહી રહ્યા છે કે “હવે જે ગવર્નર આવ્યો છે, તે અમારો માણસ છે” નૌશેરા બેઠકથી ધારાસભ્ય રૈનાએ દાવો કર્યો છે કે એન.એન. વોહરાને એટલા માટે દૂર કરવામાં આવ્યા કારણ કે તે પોતાના વિચારો પર જોર આપતા હતા અને ભાજપ નેતાઓની સાંભળતા નહતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભાજપનો યુવા ચહેરો મનાતા રવિંદર રૈનાનો વિવાદોથી જૂનો સંબંધ છે.
સત્યપાલ મલિકે ગત ર૩ ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરના ૧૩માં રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. તેઓ આ પહેલાં બિહારના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks