ગરીબી હટાવો : લોભામણી યોજના

– એન.કે. સિંહ

એક નાગરિક પોતાની સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે ? એ જ ને કે તેના જાનમાલનું રક્ષણ થાય, ભૌતિક-સામાજિક સુખ-સગવડો મળે, સાથે જ આર્થિક અને રાજનૈતિક આઝાદીની ખાતરી મળે. એની સાથે એક નાગરિકને એટલી આવક થવાની ખાતરી મળવી જોઈએ કે કોઈ વસ્તુથી વંચિત ન રહે અને સન્માનભેર જીવી શકે. ૧૯મી સદીના પ્રૂસિયાથી માંડીને આજ પર્યંત જેટલી પણ જનકલ્યાણની યોજનાઓ આવી તે બધામાં લગભગ આ જ વાતો થતી આવી છે, આપણા સંવિધાન નિર્માતાઓને આની ચિંતા નહોતી એટલે એમણે સામાજિક-આર્થિક ન્યાય, પ્રસંગની સમાનતા અને વ્યક્તિના સન્માનની વાત કરી. સંવિધાનમાં આપવામાં આવેલ રાજ્યના કે દિશા-નિર્દેશક તત્ત્વ ચોક્કસપણે જનકલ્યાણ દ્વારા સામાજિક, આર્થિક તેમજ રાજનૈતિક સમાનતા કાયમી કરવાની વાત કરે છે.

સાર્વભૌમિક મૂલ્ય વેતન એટલેક ે યુનિવર્સલ બેઝિક ઈન્કમ અથવા યુબીઆઈના અનુમાન પર દેશ-દુનિયામાં ઘણી ચર્ચાઓ થઈ. કેન્દ્ર સરકારના તાજેતરમાં થયેલ આર્થિક સર્વેમાં એક અધ્યયન આના તર્ક અને તર્કસંગત હોવા પર જ છે. યુબીઆઈનો અર્થ છે. એક એવી આવક જે બધા માટે હોય અને જે કોઈપણ શરત વગર દરેકના ખાતામાં પહોંચી જાય છે. આના લીધે  જેમાં કોનો સમાવેશ કરવો અને કોનો નહીં, એવી ભૂલોથી બચી શકાય છે. આ ઈન્કમને નાગરિકો સુધી પહોંચાડવી પણ સરળ છે. જો કે સરકાર તરફથી લોકોને એક નિયમિત આવક મળે, આ અનુમાન યુબીઆઈથી પણ જૂનું છે, જે ૧૮મી સદી સુધી જાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકાના સંસ્થાપક થોમસ જેફરસન અને થોમસ પાઈનએ આ યોજનાને આગળ ધપાવી હતી. જો કે અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ આ યોજના ઉપર વિશ્વયુદ્ધ પછી જ ચર્ચાઓ શરૂ કરી, જ્યારે એફએ હાઈક, મિલ્ટન ફેડમેન, જે કે ગોલબ્રુથ અને જેમ્સ ટોબિને એમ કહ્યું કે રાજ્યોને વિકાસનીતિ માટે લોકોને એક ચોક્કસ ધન આપવું જોઈએ. સ્વિત્ઝરલેન્ડ પ્રથમ એવો દેશ છે. જેણે પાછલા વર્ષે જૂનમાં આ બાબતે કાયદેસર જનમતનો સંગ્રહ કર્યો અને લોકોએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ૭૭ ટકા લોકોએ એના વિરુદ્ધમાં મત આપ્યો. આની પાછળ નાણાંનો પ્રભાવ અને કામ કરવાની પ્રેરણા ખતમ થવાની આશંકાઓ જેવા તર્ક માનવામાં આવે છે. હાલમાં જ કેટલાક અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ યોજના લાગુ કરવી જોઈએ. કોલંબિયા વિશ્વ વિદ્યાલયના અર્થશાસ્ત્રી પ્રણવ વર્ધનનું કહેવું છે કે, જો ભારતમાં ર૦૧૪-૧પની કિંમતોના આધાર પર મુદ્રણનીતિથી જોડીને દસ હજાર રૂપિયા આપવામાં આવે તો જીડીપી ઉપર તેની ૧૦ ટકા અસર પડશે. એમનું કહેવું છેક ે બિનજરૂરી સબસિડી હટાવી અને કર ભરવામાં થયેલ વિલંબ પરની રાહત હટાવી આ ખર્ચનો ભરપાઈ કરી શકાય છે. બીજીબાજુ ઓક્સફોર્ડના અર્થશાસ્ત્રી વિજય જોશી તેન્દુલકર સમિતિ દ્વારા થયેલ ગરીબી રેખાના આંકડાઓથી એ પરિણામ પર પહોંચ્યા છીએ કે આને લીધે વર્ષ ર૦૧૪-૧પની કિંમતોના આધાર પર વ્યક્તિ દીઠ રૂા.૩પ૦૦ આપવા જોઈએ. જીડીપી પર એનો ભાર માત્ર ૩.પ ટકા જ પડશે.

અર્થશાસ્ત્રી દેવરાજ રે એ આના માટે એક બીજો ઉપાય સૂચવ્યો છે. એમનું કહેવું છે કે, લોકોને એક ચોક્કસ રકમ આપવા કરતાં એમને જીડીપીનો એક ચોક્કસ ભાગ આપવો જોઈએ, જેનાથી અર્થવ્યવસ્થાને મોટો ફટકો પણ નહીં પડે.

જો ૧૯૯૪-૯પના આંકડાઓ જોવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ જમા બિનજરૂરી સબસિડી જીડીપીના ૧૦ ટકા હતી, જેમાં કેન્દ્રની ભાગીદારી ૩.પ ટકા હતી. પરંતુ આ દરમિયાન સરકારે સબસિડી સિસ્ટમમાં લીકેજ અને એની અકુશળતા ઓછી કરવાનું કામ બહુ સારી રીતે કર્યું છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ફાઈનાન્સની ભવિષ્યવાણી છે કે સબસિડીને તર્ક સંગત બનાવવાની આવી લગાતાર પ્રયત્નોથી બિનજરૂરી સબસિડી માત્ર એક તૃત્યાંશ જ રહી શકશે.

હાલના સંજોગોમાં આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. એક કે સબસિડી સિસ્ટમને તર્કસંગત બનાવવામાં આવે, બીજું આના માટે નવી ટેકનિક અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે, ત્રીજું એ કે સબસિડીના માળખાને બદલવા એક યોજના બનાવવી પડશે. સમસ્યા એ છે કે ખર્ચા પોતાની સાથે કેટલીક તકલીફો લઈને આવે છે, નવી યોજના અથવા સબસીડી એ બીજી યોજનાને ખતમ નથી કરતી, ઊલ્ટાનું એમાં સંયોગ આપે છે. જ્યાં સુધી આપણે હાલની સબસિડી સિસ્ટમને હટાવવાની યોજના નથી બનાવતા, યુબીઆઈની યોજના નાણાકીય તબાહીનું કારણ બની શકે છે નાણાકીય નૈતિકતા અને બદલાતા પ્રવાહોના આ યુગમાં નાણાંની સમજદારીભરી ખુલ્લી અર્થવ્યવસ્થા દ્વારા જ આગળ વધી શકાય છે. ભારત આર્થિક અસ્થિરતાની ભરપાઈ કરવાની સ્થિતિમાં નથી.

નીતિનિયામકો માટે એ વધુ સારું રહેશે કે સબસિડીને તર્કસંગત બનાવવા માટેની બધી ક્વાયત એવી કુશળતા અને તાલમેલથી કરવામાં આવે કે એનો અતિરિકત ભાર ન પડે. યુબીઆઈનો રાજનૈતિક લોભ અને તેની નૈતિક પ્રેરણા સ્પષ્ટ છે. પરંતુ જો એ કોઈ મોટી યોજનાનો ભાગ નથી તો એની નાણાકીય અસર ખતરનાક હશે. એનાથી ગરીબો માટે સમસ્યાઓ ઊભી થશે અને હંમણા જે લોકો સરકારની કલ્યાણકારી નીતિઓનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમને પણ નુકસાન થશે. આ સિવાય એમાં રાજ્ય સરકારોને પણ એક મહત્ત્વપૂર્ણ ભાગીદારની જેમ સામેલ કરવા પડશે. રાજ્ય સરકારોની સક્રિય ભાગીદારી વિના કેન્દ્ર માટે બનાવેલી યુબીઆઈ યોજના શરૂ થ નહીં થાય. પછી તો કેટલીય ઉપસ્થિત ગરીબી હટાવો યોજનાઓના અલગ સંવેધાનિક આધાર છે. એમને હટાવી એની જગ્યાએ નવો કાનૂન લાગુ કરવો કઠિન અને પડકારરૂપ કામ છે. સારું એ રહેશે કે આ સંપૂર્ણ ક્વાયત નીતિ આયોગ સાથે મળીને કરવામાં અવો. શરત વિના આપવામાં આવનાર આવકનું આકર્ષણ બહુ મોટું છે, એમાં નૈતિક દબાણ છે, એક આર્થિક તર્ક છે અને એમાં ગરીબીને તત્કાળ ખતમ કરવાનો રસ્તો છે. સાથે જ આ એક રોમેન્ટિક અનુમાન પણ છે. પરંતુ રોમેન્ટિક વિચારોને યથાર્થતાની ધરતી પર ચકાસવાની પણ જરૂર હોય છે, જેથી એને નાણાકીય રૂપે સંભવિત બનાવી શકાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts