અમદાવાદ,તા.રપ
વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીના ભાગ રૂપે હોદ્દેદારોની નિમણૂંક કરી છે. કોંગ્રેસે વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરી છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીના ૪ કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. ઝોન વાઈઝ ૪ કાર્યકારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખોની જે નિમણૂંક કરવામાં આવી છે તેમાં પરેશ ધાનાની, તુષાર ચૌધરી, કુંવરજી બાવળિયા અને કરશનદાસ સોનેરીની નિમણૂંક કરવામાં આવી છે. ભરતસિંહ પ્રદેશ પ્રમુખ અને ઈલેક્શન કમિટીના ચેરમેન પદે કાર્ય કરશે. આ રાહુલ ગાંધીએ આ નિમણૂંકોને મંજૂરીની મહોર મારી દીધી છે.
પરેશ ધાનાનીની નિમણૂંક અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર અને પાટીદારોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પાટીદાર નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમ્યા છે. જ્યારે તુષાર ચૌધરીને દક્ષિણ ગુજરાત અને આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હોવાનું મનાય છે. જ્યારે કોળી મતદારોને રિઝવવા માટે રાજકોટના પૂર્વ સંસદસભ્ય કુંવરજી બાવળીયાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કરશનદાસ સોનેરીની પણ નિમણૂંક કરાઈ છે.
નવી નિમણૂંકોમાં કોંગ્રેસના ૭ અગ્રણી નેતાઓને પ્રદેશમાં સ્થાન મળ્યું છે. જેમાં ભરતસિંહ સોલંકી પ્રદેશ ઈલેક્શન કમિટીના ચેરમેન બનાવાયા છે. આ ઉપરાંત છૈંઝ્રઝ્ર ઓફિસ બેરર્સની પણ નિમણૂંક કરવામાં આવી છે. અહેમદ પટેલ, મધુસુદન મિસ્ત્રી, ઈરશાદ મિરઝા, દિપક બાબરિયા, પ્રભાબેન તાવિયાડ, ખુરશીદ અહેમદ સૈયદ, પરેશ ધાનાનીની નિમણૂંકો કરવામાં આવી છે.કોંગ્રેસ કમિટી દ્વારા ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનમાં ૪ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં સોનલબેન પટેલ, ગુલાબસિંહ રાજપૂત, મંગલસિંહ સોલંકી, મહિપાલસિંહ ગઢવીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૯ વિશેષ આમંત્રીતોની પણ નિમણૂંક કરવામાં આવી છે.
કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખો
– ડો. તુષાર ચૌધરી – પરેશ ધાનાણી
– કુંવરજી બાવળિયા – કરશનદાસ સોનેરી