પ્રદ્યુમન હત્યા કેસમાં ખટ્ટર સરકારે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા

(એજન્સી) ગુરુગામ,તા. ૧૫
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુરુગામની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલા પ્રદ્યુમન હત્યાકાંડની તપાસ ભારે હોબાળો થયા બાદ આખરે સીબીઆઈ પાસેથી કરાવવાની ભલામણ કરી દીધી છે. ખાનગી ગુરુગ્રામ સ્કૂલમાં સાત વર્ષીય બાળક પ્રદ્યુમન ઠાકુરની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. બીજા ધોરણમાં અભ્યાસ કરતા પ્રદ્યુમનની હત્યા બાદ દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પ્રદ્યુમનની શોકસભામાં સામેલ થવા માટે આજે તેમના આવાસ ઉપર પહોંચેલા ખટ્ટરે સીબીઆઈ તપાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, રાયન સ્કૂલ મેનેજમેન્ટને ત્રણ મહિનાની અંદર પ્રદેશ સરકાર ટેકઓવર કરી લીધી છે. ખટ્ટરે કહ્યું હતું કે, રાયન સ્કૂલની ઘટના ખુબ જ નિંદા કરનાર ઘટના છે. આના કારણે લોકોમાં ભારે નારાજગી પણ છે. ઠક્કરે કહ્યું હતું કે, લોકો અને વાલીઓની માંગણીઓને ધ્યાનમાં લઇને સરકાર સીબીઆઈ તપાસ માટે તૈયાર થઇ છે. તપાસ સંસ્થાને આ સંદર્ભમાં પત્ર મોકલી દેવામાં આવ્યો છે. ખટ્ટરે કહ્યું હતું કે, રાજ્ય સરકારે રાયન સ્કૂલને ત્રણ મહિનાની અંદર પોતાના નિયંત્રણણાં લેવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલની તમામ ગતિવિધિ હવે રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ થશે. બીજી બાજુ સીબીઆઈ તપાસની જાહેરાત બાદ પ્રદ્યુમનના પિતાએ કહ્યું હતું કે, તેમની માંગણી એ છે કે, આ પ્રકારના મામલા બીજી વખત ન બને તેની ખાતરી કરવામાં આવે. જો કે, તેમણે કહ્યું હતું કે, સરકાર ઉપર તેમનો વિશ્વાસ હજુ પણ કાયમ રહેલો છે. પ્રદ્યુમનના માતા-પિતા હત્યાકાંડના પ્રથમ દિવસથી જ આ કેસની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાની માંગ કરી રહ્યા હતા. તેમણે આના માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. આ અગાઉ હરિયાણા સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો પ્રદ્યુમનના માતા-પિતા પોલીસની તપાસથી સંતુષ્ટ નહીં થાય તો કોઇપણ તપાસ એજન્સી મારફતે તપાસ કરાવવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks