National

મોદીએ ચૂંટણી સમયે આપેલા એક પણ વચન પૂર્ણ કર્યા નથી : પ્રફુલકુમાર મહંતા

(એજન્સી) ગુવાહાટી, તા.૧૦
આસામના પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલકુમાર મહંતોએ આરોપ મૂકયો છે કે મોદી સરકાર નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા કરી રહી છે. આસામમાં ભાજપ સાથે ગઠબંધન સરકારના ભાગીદાર આસામ ગણ પરિષદના વડા પ્રફુલ મહંતાએ નેશનલ હેરાલ્ડ સાથે એક મુલાકાતમાં માગણી કરી હતી કે સરકારે તાકીદે ૧૯પપના નાગરિકત્વ સુધારા બિલ ર૦૧૬ને પરત ખેંચી લેવું જોઈએ. તેમણે કહ્યું કે મોદી સરકારે ર૦૧૪માં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા એક પણ વચનને પૂર્ણ કર્યા નથી. આસામમાં ભાજપ સરકારમાં એજીપી ભાગીદાર છે. ત્રણ ધારાસભ્યો મંત્રી પરિષદમાં છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલ એક સમયે આસામ ગણ પરિષદના નેતા હતા. તેઓ પરિષદ છોડી ભાજપમાં જોડાયા હતા. બહુમતીની ખુશામતનો ભાજપ પર આરોપ લગાવતા પ્રફુલ મહંતાએ કહ્યું કે સરકાર ગેરકાયદેસર સ્થળાંતરિત નાગરિકોની વ્યાખ્યા બદલવા ૧૯પપના સિટીઝન એકટને બદલવાનો પ્રયાસ કરી રહી છે. આમ કરી સરકાર બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવેલા ગેરકાયદેસર હિન્દુઓને નાગરિક બનાવવા માંગે છે. ર૦૧૬માં કેન્દ્ર સરકારે નાગરિકત્વ ધારો સુધારવા રજૂ કરેલા બિલ પછી એજીપી તેની સામે સખ્ત અવાજ ઉઠાવી રહી છે. જે સંયુક્ત સંસદીય સમિતિની વિચારણા હેઠળ છે. મુસ્લિમ સિવાય શીખ, ખ્રિસ્તી, જૈનને પણ નાગરિકત્વ આપવા બિલમાં જોગવાઈ છે. જે આસામ સમજૂતીનો ભંગ છે. ૪૦ લાખ નામો કે જે અંતિમ યાદીમાં નથી તે બિલ પાસ થતાં જ ૪૦ લાખમાં જે હિન્દુ છે તેઓ આપોઆપ નાગરિક બની જશે. પ્રફુલકુમાર મહંતાએ કહ્યું કે, ર૦૧૯માં ભાજપ સાથે ગઠબંધન અંગે હજુ કોઈ નિર્ણય કરાયો નથી તેનો નિર્ણય જલ્દી થશે. ૧૯૮પની આસામ સમજૂતી મુજબ માર્ચ-ર૪ ૧૯૭૧ પછી આસામમાં પ્રવેશેલા તમામ લોકોને ધર્મને જોયા વગર પરત મોકલી દેવાનો નિર્ણય કરાયો હતો. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સનો ઉપયોગ ભાજપ રાજકીય લાભ ખાટવા કરી રહ્યું છે. રાજ્ય સરકાર સ્થાનિક ચૂંટણીઓ મુલત્વી રાખવા માંગે છે. પરંતુ અમે સમયસર ઈચ્છીએ છીએ. ત્યાં જ એનઆરસીના મુદ્દે મુલત્વી રાખવા માંગે છે. પરંતુ અમે જરૂર પડે એકલા હાથે ચૂંટણી લડીશું. રાષ્ટ્રીય કક્ષા એનઆરસી પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે દરેક રાજ્યોએ એનઆરસી બનાવી વિદેશી લોકોની ઓળખ કરવી જોઈએ અમે બંગાળના મુખ્યમંત્રી સમક્ષ આસામ જેવી એનઆરસી લાગુ કરવા અને ગેરકાયદેસર લોકોને હાંકી કાઢવા માંગ કરી છે. પરંતુ તેમણે પ્રતિભાવ આપ્યો નથી. તેઓ સમાન્તર ચૂંટણીની તરફેણ કરે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.