Gujarat

જામનગરમાં પાણી વિતરણ ઠપ્પ : પ્રજા હેરાન-પરેશાન

જામનગર, તા.૧૮
જામનગર મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે જાહેરાત કરીને નગરની જનતાને જાણ કરી છે કે, મુખ્ય પાઈપલાઈન તેમજ જાયન્ટ વાલ્વના રીપેરીંગ-બદલાવવાનું કામ કરવાનું હોવાથી પાંચ ઝોનમાં જ્યાં એકાંતરા પાણી વિતરણનો વારો હતો ત્યાં પાણી વિતરણ બંધ રહેશે. સારૂં છે કે, મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગે આગોતરી જાણ તો કરી… પણ આ જાણકારી પણ અધુરી હોવાથી પાણી ક્યારે મળશે તેની કોઈ ચોખવટ થઈ નથી.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા એકાંતરે પાણી વિતરણમાં પણ અવારનવાર ધાંધિયા થઈ રહ્યા છે. ક્યારેક ઉપરથી નર્મદાનું પાણી ઓછું આવ્યું છે, ક્યારેક વીજપુરવઠો ખોરવાઈ ગયો છે, તો ક્યારેક વાલ્વ બગડી ગયા છે જેવા ટેકનિકલ કારણો આગળ ધરીને પાણીની વિતરણ વ્યવસ્થામાં તંત્ર સર્જીત વધારાના કાપ ચાલુ જ છે.
હાલમાં જે રીપેરીંગ સહિતનું કામ ચાલી રહ્યું છે તે ક્યારે પૂરૂં થશે તેનો પણ કોઈ સંતોષકારક કે, ચોક્કસ જવાબ મળતો નથી અને અડધા શહેરની જનતા પાણીની રાહ જોઈ રહી છે.શા માટે અવારનવાર વાલ્વ બગડી જાય, શા માટે પાઈપલાઈનોમાં લીકેજ થાય છે. જેવા પ્રશ્નોના ઉત્તરમાં કદાચ એવું કહી શકાય કે, દર વખતે હલકી ગુણવત્તાનો માલ સામાન અને થૂંકના સાંધા જેવી રીપેરીંગની અણઘડ કામગીરીના કારણે જ પાણી વિતરણમાં અવારનવાર વિક્ષેપો પડી રહ્યા છે.
પાણી વિતરણ વ્યવસ્થા અંગે એક તરફ મહાનગરપાલિકાના ભાજપના સત્તાવાળાઓ છેલ્લા પચ્ચીસ વર્ષથી દૈનિક પાણી વિતરણના બણંગા ફૂંક્યા રાખે છે અને બીજી તરફ કોઈપણ જાતના લાંબા ગાળાના આયોજનના અભાવે એકાંતરે પાણી વિતરણમાં પણ ધાંધિયાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.