કોંગ્રેસમાં આંતરિક વિખવાદોને લીધે પ્રજાના કાર્યો થતાં નથી

અમદાવાદ,તા.૩
ભાજપ અને ભાજપ સરકારના કાર્યોની આકરી ટીકા કરી ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહારો કરનારા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાં બળવો કરીને ભાજપનો સાથ લીધો છે. ત્યારે ભાજપમાં જોડાતાની સાથે જ બાવળિયાને હવે ભાજપના નેતાઓની કામગીરી સારી લાગવા લાગી અને કોંગ્રેસની કામગીરી સામે ખરાબ લાગવા લાગી છે. એટલે સત્તા લાલચુ નેતાઓને સત્તા મળતા તેમની વાણી અને વર્તન બદલાઈ જાય છે ત્યારે વર્ષોથી કોંગ્રેસમાં સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી હવે કહે છે કે કોંગ્રેસના આંતરિક વિખવાદોને લીધે પ્રજાના કાર્યો થઈ શકતા નથી. કોંગ્રેસથી છેડો ફાડયા બાદ ભાજપમાં જોડાતા જ કુંવરજી બાવળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે આજે મે વિધિવત રીતે ધારાસભ્ય પદ તેમજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ત્રીસ વર્ષોથી હું જાહેર જીવનમાં સક્રિય છું વર્ષો સુધી કોંગ્રેસમાં રહી સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોકહિતાર્થે કાર્ય કર્યું છે. કોંગ્રેસના સત્તા કેન્દ્રીત રાજકારણ તેમજ નેતાઓના આંતરિક વિખવાદોની વચ્ચે પ્રજાહિતના કાર્યો થઈ શકતા નથી. જયારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજય સરકાર જે રીતે છેવાડાના માનવી માટેના વિકાસકાર્યો કરી રહી છે. એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો અને યોજનાઓને લીધે સાચા અર્થમાં લોકસેવા થઈ રહી છે. ત્યારે સૌના સાથ સૌના વિકાસના મંત્રથી પ્રેરાઈને ભાજપાની વિકાસલક્ષી અને રાષ્ટ્રહિતની રાજનીતિ સાથે જોડાતા ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. આ સાથે ગુજરાતની જનતાને અને મારા વિસ્તારના લોકોને પણ ખાતરી આપુ છું કે હું આજીવન સેવાકાર્યો કરતો રહીશ અને પ્રજાના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સેવારત રહીશ. એમ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસની કોખમાં ઉછરેલા કોંગ્રેસના કુંવરજી બાવળિયાને હવે કોંગ્રેસ જ ગમતી નથી. એટલે ભાજપમાં જોડાતા બાવળિયાના વાણિવર્તન બદલાઈ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks