(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની તા.૯ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની ત્યારે આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઊભા રહેનારા ઉમેદવારોના નાણાકીય, શૈક્ષણિક અને ગુનાહિત ઈતિહાસ અંગે વિશ્લેષણ એડીઆર અને ગુજરાત ઈલેક્શન વોચ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ૧૩૭ ઉમેદવારો એવા છે કે જેમની સામે ફોજદારી કેસ દાખલ છે. જ્યારે ૭૮ ઉમેદવારો ઉપર ખૂન, અપહરણ, મહિલાઓ સામેના ગુના જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પ્રથમ તબક્કાના વિશ્લેષણ અંગે એડીઆર અને ગુજરાત ઈલેક્શન વોચ વતી પંકિત જોગએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૯૭૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી ૯ર૩ ઉમેદવારોએ કરેલા સોગંદનામામાંથી અમે વિશ્લેષણ કર્યું છે. જ્યારે બાકીના પ૪ ઉમેદવારોએ કરેલા સોગંદનામા વંચાતા ન હોવાથી તેમનું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. ૯ર૩ ઉમેદવારોનું વિશ્લેષણ કરતા તેમાં ૧૩૭ ઉમેદવાર ૧પ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ દાખલ છે. જ્યારે ૭૮ ઉમેદવારો એટલે ૮ ટકા સામે ગંભીર ગુના દાખલ છે. જેમાં ખૂન સંબંધી કેસમાં ભારતીય ટ્રાયવલ પાર્ટીના ડેડિયાપાડાના ઉમેદવાર મહેશભાઈ છોટુભાઈ વસાવા છે. જ્યારે ૮ ઉમેદવારો સામે ખૂનના પ્રયત્ન બદલ આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ કેસ થયેલો છે. તો ર ઉમેદવાર સામે બળાત્કારના કેસ જ્યારે એક ઉમેદવાર સામે મહિલાઓની ગરિમાને નુકસાન પહોંચાડવા અને અપમાન કરવાનો કેસ છે. જો કે પક્ષ દીઠ ફોજદારી કેસ થયા છે. તેમાં ભાજપના ૮૯ ઉમેદવારોમાંથી રર, કોંગ્રેસના ૮૬માંથી ૩૧, બીએસપીના ૬૦માંથી ૧૧, એનસીપીના ર૮માંથી ૪, આપના ૧૯ ઉમેદવારોમાંથી ર ઉમેદવાર અને અપક્ષમાં ૪૧૬ ઉમેદવારોમાંથી ૩૪ ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે. જ્યારે ગંભીર ગુનામાં ભાજપમાંથી ૧૦, કોંગ્રેસમાંથી ર૦, બીએસપીમાંથી ૮, એનસીપીમાંથી ૩, આપમાંથી ૧ અને અપક્ષમાંથી ૧પ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉમેદવારોની સંપત્તિમાં ઉપર નજર કરીએ તો પ્રથમ તબક્કાના ૯ર૩ ઉમેદવારોમાંથી ર૧ ટકા એટલે કે ૧૯૮ ઉમેદવારો કરોડપતિ છે. પક્ષ પ્રમાણે જોવા જઈએ તો ભાજપના ૭૬, કોંગ્રેસના ૬૦, એનસીપીના ૭, આપના ૬, બીએસપીના ર, અપક્ષમાં રપ ઉમેદવારોએ એક કરોડથી વધુની મિલકત જાહેર કરી છે.
જો કે પ્રથમ તબક્કાની ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત રૂા.ર.૧૬ કરોડ છે. તો અપક્ષમાંથી પોરબંદર અને સોમનાથના ઉમેદવારોએ તેમની પાસે મિલકત ન હોવાનું જાહેર કર્યું છે. જ્યારે ૩ ઉમેદવારો પાસે તો માત્ર બે હજાર અને રૂા.૬૦૦ની મિલકત છે. જો કે ૯ર૩ ઉમેદવારોમાંથી ૩૮૬ એટલે કે ૪ર ટકા ઉમેદવારોએ તેમના ઉપર દેવું એટલે કે જવાબદારીઓ હોવાનું જાહેર કર્યું છે. તો ૧ર૭ ઉમેદવારોએ તેમના પાન કાર્ડ નંબરની વિગતો જ જાહેર કરી નથી. જ્યારે ૮ ઉમેદવારોએ તેમના ઈન્કમ ટેક્સ રિટર્નમાં તેમની વાર્ષિક આવક એક કરોડથી વધુ જાહેર કરી છે. જેમાં સૌથી વધુ વાર્ષિક આવકવાળા ટોપ ૩ ઉમેદવારો ભાજપના છે. જો કે ૯ર૩ ઉમેદવારોમાંથી ૭૬ ઉમેદવારોએ તેમની આવકનો સ્ત્રોત જાહેર કર્યો નથી.
જ્યારે શૈક્ષણિક લાયકાતમાં નજર કરીએ તો ૯ર૩માંથી પ૮૦ ઉમેદવારોએ પથી ૧ર ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. ર૧૭ ઉમેદવારો ગ્રેજ્યુએટ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેવી જ રીતે ૭૬ ઉમેદવારો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. તો ૧૭ ઉમેદવારો તો નિરક્ષર છે. આમ પ્રથમ તબક્કાની ચૂંટણી લડતા કુલ ઉમેદવારો પૈકી વિશ્લેષણ કરવામાં આવ્યું તેવા ૯ર૩ ઉમેદવારોમાંથી માત્ર ૬ ટકા એટલે કે પ૭ જ મહિલા ઉમેદવારો છે. એમ પંકિત જોગએ જણાવ્યું હતું.
કયા પક્ષના કેટલા ઉમેદવારો સામે
નોંધાયા છે ગંભીર ગુના ?
ભાજપ ૧૦
કોંગ્રેસ ર૦
BSP ૦૮
NCP ૦૩
AAP ૦૧
અપક્ષ ૧પ
કયા પક્ષના કેટલા ઉમેદવારો
સામે ફોજદારી કેસ ?
ભાજપ ૨૨
કોંગ્રેસ ૩૧
BSP ૧૧
NCP ૦૪
AAP ૦૨
અપક્ષ ૩૪
ર૧ બેઠકો ઉપર ત્રણથી વધુ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા
પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં વિશ્લેષણમાં બહાર આવ્યું હતું કે ર૧ બેઠકો એવી છે કે જેમાં ૩ કે તેથી વધુ ઉમેદવારો સામે ફોજદારી ગુનાઓ દાખલ થયા છે. આવા મતવિસ્તારને રેડ એલર્ટ કહી શકાય. જેમાં ઉત્તર જામનગર બેઠકમાં સૌથી વધુ સાતથી વધુ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે. તેવી જ રીતે વાંકાનેર બેઠક ઉપર પાંચ ઉમેદવાર અને પશ્ચિમ ભાવનગર બેઠક ઉપર ચાર ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે માંડવી, જૂનાગઢ, ગોંડલ, માણાવદર, વિસાવદર, ભૂજ, ધોરાજી, અબડાસા, લાઠી, ડેડીયાપાડા, દ્વારકાર, જામનગર, ગ્રામ્ય, જસદણ, અંજાર, રાજુલા, દક્ષિણ જામનગર, સોમનાથ અને પાલિતાણામાં બેઠક દીઠ ૩ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે.આ અંગે એડીઆર અને ગુજરાત ઈલેક્શન વોચ વતી પંક્તિ જોગએ, જણાવ્યું હતું કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોના ચૂંટાય તેવી આપણા સૌની માગણી હોય છે પરંતુ જેવી રીતે આ ર૧ બેઠકો એવી છે જ્યાં ૩થી વધુ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્યારે મતદાર પાસે વિકલ્પ જ નથી રહેતો કે તેઓ સ્વચ્છ ઉમેદવારને મત આપે. ત્યારે મતદારો પાસે વિકલ્પ ન હોવાને લીધે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને મત આપવો તેમની મજબૂરી બની જાય છે એમ પંક્તિ જોગએ જણાવ્યું હતું.
ઉમેદવારોનો અભ્યાસ કેટલો ?
ઉમેદવારોની સંખ્યા શૈક્ષણિક લાયકાત

૫૮૦ ધો.પ થી ૧ર
૨૧૭ ગ્રેજ્યુએટ કે
તેથી વધુ
૭૬ અક્ષરજ્ઞાન
૧૭ નિરક્ષર
ઉમેદવારોની ઉંમર
ઉમેદવારની સંખ્યા ઉમર
૩૬૭ રપથી ૪૦ વર્ષ
૪૭૩ ૪૧થી ૬૦ વર્ષ
૮ર ૬૧થી ૮૦ વર્ષ
કયા પક્ષમાં કેટલા
કરોડપતિ ઉમેદવાર ?

ભાજપ ૭૬
કોંગ્રેસ ૬૦
દ્ગઝ્રઁ ૦૭
છછઁ ૦૬
મ્જીઁ ૦૨
અપક્ષ ૨૫
ચૂંટણીમાં કરોડપતિ દેવાદારો
નામ કેટલું દેવું
ઈન્દ્રનીલ રાજ્યગુરુ (રાજકોટ પશ્ચિમ) રૂા.૪૫.૪૬ કરોડ
આંબલિયા રવિભાઈ (જેતપુર) રૂા.૨૯.૮૯ કરોડ
ગોપાલભાઈ વસ્તારપરા (લાઠી) રૂા.૨૪.૪૦ કરોડ
પાંચ ઉમેદવારો ગરીબ, બે પાસે તો મિલકત જ નથી
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાંચ ઉમેદવારો તો સૌથી ગરીબ કહી શકાય. કેમ કે બે ઉમેદવારો પાસે તો મિલકત જ નથી. જ્યારે ૩ ઉમેદવારો પાસે માત્ર રૂા.૬૦૦થી લઈને રૂા.ર હજારની જ મિલકત છે.
નામ બેઠક મિલકત
ઉનડકટ પ્રકાશભાઈ (અપક્ષ) પોરબંદર નથી
ચૌહાણ રફીક હુસેન (અપક્ષ) સોમનાથ નથી
ધર્મેશ ઉપાધ્યાય (અપક્ષ) પશ્ચિમ રાજકોટ રૂા.૬૦૦
ઋષિકેશ પંડ્યા (ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ) ગોંડલ રૂા.ર૦૦૦
ગોસાઈ અમિતપુરી ગારિયાધાર રૂા.ર૦૦૦
બે કરોડપતિ ઉમેદવાર સામે રૂા.૬૦૦ની મિલકતવાળો ઉમેદવાર મેદાનમાં
રાજકોટ પશ્ચિમની બેઠક ઉપર કે જ્યાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના કરોડપતિ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂની સીટી ટક્કર થવાની છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર એક રસપ્રદ વિગત જાણવા મળી છે. રાજકોટ પશ્ચિમ બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજય રૂપાણી પાસે રૂા.૯ કરોડની મિલકત છે. તો કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પાસે રૂા.૧૪૧ કરોડની મિલકત છે. ત્યારે આ જ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ધર્મેશ ઉપાધ્યાય નામના ઉમેદવાર પાસે માત્ર રૂા.૬૦૦ની જ મિલકત છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર બે કરોડપતિ ઉમેદવાર સામે ચૂંટણી લડવા ગરીબ ઉમેદવારે ઝંપલાવ્યું છે.
ત્રણ ઉમેદવારો પાસે ૧૦૦ કરોડથી વધુની મિલકત
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારોમાં કોંગ્રેસના ૧ અને ભાજપના બે ઉમેદવારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારોની વિગતો અત્રે રજૂ કરાઈ છે.
નામ બેઠક મિલકત
ઈન્દ્રનીલ રાજયગુરૂ (કોંગ્રેસ) રાજકોટ પશ્ચિમ ૧૪૧ કરોડ
સૌરભ યશવંત દલાલ પટેલ (ભાજપ) બોટાદ ૧ર૩ કરોડ
ધનજીભાઈ પટેલ (ભાજપ) વઢવાણ ૧૧૩ કરોડ
કેટલા ઉમેદવારોની કેટલી આવક ?
પ્રથમ તબક્કામાં વિશ્લેષણ કરાયેલા ૯ર૩માંથી ૬પ ઉમેદવારો પાંચ કરોડથી વધુની આવક ધરાવે છે. જ્યારે ૬૦ ઉમેદવારો રથી પ કરોડની આવક ધરાવે છે. કેટલા ઉમેદવારોની કેટલી આવક છે. તે અત્રે કોઠામાં પ્રસ્તુત છે.
જાહેર કરેલી સંપત્તિ ઉમેદવારોની સંખ્યા ટકાવારી
પ કરોડથી વધુ ૬પ ૭ ટકા
રથી પ કરોડ ૬૦ ૭ ટકા
પ૦ લાખથી ર કરોડ સુધી ૧૬૧ ૧૭ ટકા
૧૦ લાખથી પ૦ લાખ સુધી ર૧૯ ર૪ ટકા
૧૦ લાખથી ઓછી ૪૧૮ ૪પ ટકા