પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત નિશ્ચિત

ગાલે, તા. ૨૮
ગાલેના મેદાન પર શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે આજે સ્થિતિ મજબૂત બનાવી દીધી હતી. ભારતે હવે યજમાન શ્રીલંકા ઉપર કુલ ૪૯૮ રનની લીડ મેળવી લીધી છે અને તેની સાત વિકેટ હાથમાં છે. આ જોતા આ ટેસ્ટ મેચમાં ભારતની જીત હવે નિશ્ચિત દેખાઈ રહી છે. આજે શ્રીલંકાની ટીમ ભારતના પ્રથમ દાવમાં ૬૦૦ રન ઓલઆઉટના જવાબમાં ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે તેના બીજા દિવસમાં આજે રમત બંધ રહી ત્યારે ત્રણ વિકેટે ૧૮૯ રન કર્યા હતા. વિરાટ કોહલી ૭૬ રન સાથે રમતમાં છે. તે આવતીકાલે પોતાની સદી પુરી કર્યા બાદ ભારત દાવ ડિકલેર કરે તેવી શક્યતા છે. મુકુંદ ૮૧ રન કરીને આઉટ થયો હતો. અગાઉ શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં ૨૯૧ રન કરી શકી હતી.
શ્રીલંકા તરફથી પરેરા ૯૨ રન કરીને અણનમ રહ્યો હતો જેમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. મેથ્યુસ ૮૩ રન કરીને આઉટ થયો હતો. ગઇકાલે બીજા દિવસે ભારતની ટીમ ૬૦૦ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેના જવાબમાં રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૫૪ રન કર્યા હતા. મેથ્યુસ ૫૪ રન સાથે અણનમ હતો. આજે શ્રીલંકાએ પોતાની ઇનિંગ્સને આગળ વધારી હતી અને શ્રીલંકાના બેટ્‌સમેનો વધારે સમય સુધી મેદાનમાં ટકી શક્યા ન હતા. ભારત તરફથી પ્રથમ દાવમાં ચેતેશ્વર પુજારા ૧૫૩ રન કર્યા હતા. જ્યારે શિખર ધવને ૧૬૮ બોલમાં ૩૧ ચોગ્ગા સાથે ૧૯૦ રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી પણ ૩ રન કરીને આઉટ થયો હતો. જો કે, બીજા દાવમાં હવે તે સદી તરફ વધી રહ્યો છે.
ભારત પ્રથમ દાવ : ૬૦૦
શ્રીલંકા પ્રથમ દાવ :
કરૂણારત્ને- એલબી.
બો. યાદવ ૦૨
થારંગા- રનઆઉટ ૬૪
ગુનાથિરકા- કો. ધવન
બો.સામી ૧૬
મેન્ડિસ – કો. ધવન
બો. સામી ૦૦
મેથ્યુસ – કો. કોહલી
બો. જાડેજા ૮૩
ડિકવિલ્લા- કો. મુકુંદ
બો. અશ્વિન ૦૮
પરેરા – અણનમ ૯૨
હૈરાથ- કો. રહાણે
બો. જાડેજા ૦૯
પ્રદિપ – બો. પંડ્યા ૧૦
કુમારા- બો. જાડેજા ૦૨
વધારાના ૦૫
(૭૮.૩ ઓવરમાં ઓલઆઉટ) ૨૯૧
પતન : ૧-૭, ૨-૬૮, ૩-૬૮, ૪-૧૨૫, ૫-૧૪૩, ૬-૨૦૫, ૭-૨૪૧, ૮-૨૮૦, ૯-૨૯૧, ૧૦-૨૯૧
બોલિંગ : સામી : ૧૨-૨-૪૫-૨, ઉમેશ : ૧૪-૧-૭૮-૧, અશ્વિન : ૨૭-૫-૮૪-૧, જાડેજા : ૨૨.૩-૩-૬૭-૩, પંડ્યા : ૩-૦-૧૩-૧
ભારત બીજો દાવ :
ધવન- કો. ગુનાથિરકા
બો. પરેરા ૧૪
મુકુંદ- એલબી બો. ગુનાથિરકા ૮૧
પુજારા- કો. મેન્ડિસ
બો. કુમારા ૧૫
કોહલી- અણનમ ૭૬
વધારાના ૦૩
કુલ (૪૬.૩ ઓવરમાં ૩ વિકેટે) ૧૮૯
પતન : ૧-૧૯, ૨-૫૬, ૩-૧૮૯
બોલિંગ : પ્રદિપ : ૧૦-૨-૪૪-૦, પરેરા : ૧૨-૦-૪૨-૧, કુમારા : ૧૧-૧-૫૩-૧, હેરાથ : ૯-૦-૩૪-૦, ગુનાથિરકે : ૪.૩-૦-૧૫-૧

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks