પ્રાથમિક શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નો મુદ્દે ગાંધીનગર ખાતે યોજાયા ૧ દિ’ના ધરણાં

(સંવાદદાતા દ્વારા)
માંગરોળ,તા.૬
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેતૃત્વમાં, પ્રાથમિક શિક્ષકોના વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો અને માગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે, રાજ્યભરના પ્રા. શિક્ષકોની ઉપસ્થિતિમાં એક દિવસીય ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે ટેકો આપી મંડળના હોદ્દેદારો ધરણાંના કાર્યક્રમમાં જોડાયા હતા. રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી અંદાજે પાંચ હજાર જેટલા શિક્ષકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યારે સુરત જિલ્લામાંથી ૭પ શિક્ષકો કાર્યક્રમમાં જોડાયા હતા. સાંજે પાંચના ટકોરે વિવિધ માગણીઓ પ્રશ્ને તૈયાર કરાયેલ આવેદનપત્ર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પેશ કરવામાં આવ્યું હતું. જે માગણીઓ કરવામાં આવી છે એમા સને ૧૯૯૭થી વિદ્યા સહાયક (બાલગુરુ)ની નોકરી સળંગ તથા સિનિયો સિટીની ગણતરીમાં લેવી, તા.ર૭-૪-૧૧ પહેલાં ભરતી થયેલ વિદ્યા સહાયકોને બે વર્ષની નોકરી બાદ નિવૃત્તિના પ્રમાણમાં પૂરા પગારમાં સમાવેશ કરવો, તા.૩૦-૬-૧૬ પછી ઉચ્ચતર પગાર ધોરણ સીસીસી પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે, બઢતી ઈચ્છતા એચટીએટી પાસ વિદ્યાસહાયકોને પાંચ વર્ષનો અનુભવ વિદ્યાસહાયકોને બઢતીમાં માન્ય રાખવામાં આવે તથા મુખ્ય શિક્ષક એચટીએટીના (આર.આર.) નક્કી કરવામાં આવે, શિક્ષણ સિવાયની કામગીરી માટે શિક્ષકોને મુક્ત કરવામાં આવે, ૭માં પગાર પંચના ભથ્થા તથા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટેનું ગ્રેડ (સ્કેલ)માં થતું નુકસાન નિવારણ કરી, ઉચ્ચતર ગ્રેડ આપવો. આવેદનપત્ર આપવા ગયા ત્યાં સુધી રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજ્યસિંહ જાડેજા, મહામંત્રી સતીષ પટેલ, સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત શિક્ષકોને વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો અને માગણીઓ પ્રશ્ને સંબોધન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks