(એજન્સી) અલ્હાબાદ, તા.૧૦
અલ્હાબાદની હવે નવી ઓળખ બનવા જઈ રહી છે. યુપીના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંગે રાજ્યપાલ રામનાઈકને પુત્ર મળી અલ્હાબાદ હાઈકોર્ટનું નામ પ્રયાગ રાખવા માગણી કરી છે.
એજન્સીએ યુુપીના મંત્રીને ટાંકીને કહ્યું કે, હાલના ગવર્નર રામનાઈક કે જેઓ અગાઉ મહારાષ્ટ્રના મુંબઈના સાંસદ હતા. તેમણે બોમ્બેનું નામ મુંબઈ કરવામાં મદદ કરી હતી. તેથી તેમને પત્ર લખી અલ્હાબાદનું નવું નામ પ્રયાગ રાખવા માટે વિનંતી કરાઈ છે. યોગી સરકાર અગાઉથી જ આ મુદ્દે કામ કરી રહી છે. જેમાં અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કે પ્રયાગ રાખવાની કાર્યવાહી ચાલે છે. મેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે અલ્હાબાદની મુલાકાતે આવ્યા ત્યારે અખિલ ભારતીય પરિષદના પ્રમુખની આગેવાની હેઠળ હિન્દુ સંગઠનોએ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ રાખવા માગણી કરી હતી. ર૦૧૯ના કુંભની તૈયારીની સમીક્ષા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલ્હાબાદ ગયા હતા. સન-૧પ૮૦માં મોગલ બાદશાહ અકબરના શાસનમાં પ્રયાગરાજનું નામ બદલી અલ્હાબાદ કરાયું હતું. ગૃહમંત્રી રાજનાથસિંગ પણ ર૦૦૧માં મુખ્યમંત્રી તરીકે આ માગણીને ટેકો આપ્યો હતો. ત્યારબાદ કોઈ ચર્ચા આગળ ચાલી ન હતી. આ વર્ષે જૂનમાં મુગલસરાઈ રેલવે મથકનું નવું નામ પંડિત દિનદયાળ ઉપાધ્યાય જંકશન કરાયું હતું.