મોરબી, તા.૨૩
મોરબી ન્યુ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ન્યુ ઓમશાંતિ વિદ્યાલયમાં ધોરણ-૧૧મા અભ્યાસ કરતા એડવોકેટના પુત્ર અરબાઝ રજાકભાઈ બુખારીને બે દિવસ પહેલાં સ્કૂલમાં અન્ય છોકરા વચ્ચેના ઝઘડાનું કારણ પૂછતા અરબાઝે કહ્યું કે, બીજાના ઝઘડાનું મને ન ખબર હોય તેવું કહેતાની સાથે જ સ્કૂલ ટીચર ધારાબેને તેને ફડાકો ઝીંકી સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો ત્યારબાદ વારંવાર સ્કૂલના શિક્ષકો દ્વારા પુત્રનુંુ સર્ટીફિકેટ લઈ જવા ફોન પર જણાવતા તેમના પિતા રૂબરૂ પ્રિન્સિપાલને મળ્યા હતા અને સમગ્ર ફડાકા પ્રકરણની વિગતવાર વાત કરી જણાવતા ઓમશાંતિના પ્રિન્સિપાલ ઉશ્કેરાઈ જઈ એડવોકેટ સાથે બેફામ બકવાસ કરી તમારાથી જે થાય તે કરી લ્યો અને હવે વધારે બોલશો તો તમારી સામે કેસ કરી જેલ હવાલે કરી દેવાની લુખ્ખી ધમકી આપતા ન્યુ ઓમશાંતિ વિદ્યાલયનો ચહેરો નકાબથી દૂર થતાં જ ગુંડાગર્દી પર પ્રિન્સિપાલ ઉતરી આવ્યા હતા આમ ઉપરોક્ત શિક્ષક અને પ્રિન્સિપાલે એડવોકેટ એન્ડ પત્રકાર સામે ઉધતાઈ ભર્યું વર્તન કરી ખોટા કેસમાં ફસાવી જેલ હવાલે કરી દેવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. તા.૨૦ નવેમ્બરના રોજ બનેલી ઘટનાથી બાળક પર વિપરીત અસર થયેલ છે અને હડધુત કરાતા માનસિક આઘાત લાગેલ છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતી આવી સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ જેમાં મોરબી જિલ્લા કલેકટર તથા શિક્ષણ સચિવ શિક્ષણ વિભાગ ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતને લેખિત રજૂઆત કરી સ્કૂલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવી દાદાગીરી કરતા સ્કૂલના પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠી છે.