National

જ્યારે પંજાબ આઝાદીની લડાઈ લડી રહ્યું હતું ત્યારે RSS અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યું હતું : પ્રિયંકા ગાંધી

(એજન્સી) તા.૧પ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે, જ્યારે સંંપૂર્ણ પંજાબ દેશની આઝાદીની લડાઈ લડી રહ્યું હતું ત્યારે આરએસએસના લોકો અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, આઝાદીની લડાઈમાં આરએસએસએ કોઈ યોગદાન આપ્યું નથી. પ્રિયંકા ગાંધીએ પંજાબના બડિંડામાં એક ચૂંટણી જનસભા સંબોધિત કરતા આ વાત જણાવી હતી. પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, “જ્યારે સંપૂર્ણ પંજાબ દેશની આઝાદીની લડાઈ લડી રહ્યું હતું ત્યારે આરએસએસના લોકો અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યા હતા, આઝાદીના આંદોલનમાં કોઈ લડાઈ લડી નથી.
તેમણે જણાવ્યું કે, મોદીએ પાંચ વર્ષમાં માત્ર પ્રચાર અને દુષ્પ્રચાર કર્યો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી મોટા-મોટા વચનો આપે છે અને બતાવે છે કે, પાછલા ૭૦ વર્ષમાં કોઈ જ વિકાસ થયો નથી પરંતુ સત્ય એ છે કે, તેમણે પોતાનું એક પણ વચન પાળ્યું નથી. મોદીએ દેશની જનતાને દરવર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું જેને પૂરું કર્યું નથી. તેમણે જણાયું કે, મોદી સરકારના કાર્યકાળમાં ૧ર૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી પરંતુ મોદી ખેડૂતોની અવગણના કરતાં રહ્યા. પ્રિયંકા ગાંધીએ વર્તમાન લોકસભા ચૂંટણીને ‘લોકતંત્ર અને દેશ બચાવો’ની ચૂંટણી ગણાવી.
વર્ષ ર૦૧પમાં શીખોના ધાર્મિક ગ્રંથોના અપમાનના મામલા અંગે પ્રિયંકાએ પંજાબની પાછલી શિરોમણી અકાલી દળ-ભાજપ સરકાર પર હુમલો કર્યો અને દાવો કર્યો કે, આ રાજકીય લાભ માટે કરવામાં આવ્યું હતું.
જણાવીએ છીએ કે મોદીએ પાછલા દિવસો દરમ્યાન એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલા દરમ્યાન ખરાબ હવામાનના કારણે આકાશમાં વાદળ હોવાથી ભારતીય વિમાનોને પાકિસ્તાનના રડારથી બચવામાં મદદ મળી. મોદીએ જણાવ્યું કે, તેમણે જ સુરક્ષા નિષ્ણાંતોને સલાહ આપી હતી કે, ખરાબ હવામાન છતાં હુમલાને ટાળે નહીં કારણ કે, વાદળ છવાયેલા હોવાથી ભારતીય વિમાનોને પાકિસ્તાનના રડારથી બચવામાં મદદ મળશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.