Site icon Gujarat Today

સુપ્રીમકોર્ટે ધરપકડ કરાયેલા ભાજપાના યુવા નેતાના જામીન મંજૂર કર્યા, લેખિત માફી માગવા નિર્દેશો આપ્યા અને પછી….

નવી દિલ્હી,તા.૧૪
સુપ્રીમકોર્ટે ભાજપાના યુવા નેતા પ્રિયંકા શર્માના શરતી જામીન મંજૂર કર્યા હતા અને નિર્દેશો આપ્યા હતા કે એ મમતા બેનરજી પાસે લેખિતમાં માફી માંગે. સુપ્રીમકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યા પછી શર્માના વકીલ એન.કે. કોલને પાછા બોલાવ્યા અને પોતાના ચુકાદામાં સુધારો કરી માફી માગવાની શરતને દૂર કરી. આ પહેલા સુપ્રીમકોર્ટની વેકેશન બેંચે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. પ્રિયંકાના વકીલે દલીલ કરી હતી કે એમના અસીલે પોસ્ટને તરત જ ભૂંસી નાખી હતી અને આ પોસ્ટને બીજા ઘણા બધા લોકોએ શેર કરી હતી. એ માટે પ્રિયંકાને ૧૪ દિવસ માટે જેલમાં મોકલવાનો નિર્ણય યોગ્ય નથી અને એ મૂળભૂત અધિકારોનો ભંગ છે. શર્માના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે પ્રિયંકાની માફી માગવાની શરત યોગ્ય નથી. કોર્ટના નિર્દેશોનો દુરૂપયોગ કરવામાં આવશે. આ રીતના કાર્ટુન ચિત્રો પોસ્ટ કરવા બદલ માફી માગવાની અને માગણી કરવાની પ્રથા શરૂ થશે.

Exit mobile version