બિહારમાં અટલબિહારી વાજપેયી વિરૂદ્ધ ફેસબુક પોસ્ટ બદલ પ્રોફેસર પર જીવલેણ હુમલો, ૧રની ધરપકડ

(એજન્સી) પટના, તા.૧૮
બિહારના મોતિહારી જિલ્લામાં મહાત્મા ગાંધી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રોફેસરને શુક્રવારે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ટીકા કરતી પોસ્ટ બદલ ટોળાએ ઢોર માર માર્યો હતો અને તેમના પર પેટ્રોલ છાંટી આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો હતો. સંજયકુમારે જણાવ્યું કે કેટલાક તત્વો વાઈસ ચાન્સેલર વિરૂદ્ધ બોલવા બદલ નિશાન બનાવી રહ્યા છે અને આ તેમનું નવું કારણ છે. આ ટોળાએ તેમણે પૂછ્યું હતું કે તેઓ કેમ વાઈસ ચાન્સેલરની વિરૂદ્ધ બોલી રહ્યા છો અને ઘર બહાર ખેંચી જઈ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે આ મુદ્દે ૧ર લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં રાહુલ કુમાર પાંડે, સની વાજપેયી, અમનબિહારી વાજપેયી, પુરષોત્તમ મિશ્રા, રવિકેશ મિશ્રા, જ્ઞાનેશ્વર ગૌતમ, સંજય કુમાર સિંઘ, દૈનિક ભાસ્કરના વડા, ડો.પવનેશ કુમાર સિંઘ, દિવાકર સિંઘ, દિનેશ વ્યાસ, જિતેન ગીરી અને રાકેશ પાંડેનો સમાવેશ થાય છે.
પ્રોફેસર કુમારને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભાજપના કોર્પોરેટરોએ ઔરંગાબાદમાં એક અન્ય કોર્પોરેટરને વાજપેયીની શોકસભા વિરૂદ્ધ બોલવા બદલ માર માર્યો હતો. અબ્દુલ મનીનને ઢોર માર મારતા ભાજપના કોંર્પોરેટરોનો વીડિયો વાયરલ થયો છે.
સમગ્ર ઘટનાક્રમ મુદ્દે આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહાર સરકારની ટીકા કરતા કહ્યું કે, મુખ્યમંત્રીજી આ શું થઈ રહ્યું છે ? આરએસએસ દ્વારા નિમણૂક કરાયેલ વાઈસ ચાન્સેલરના સમર્થનમાં આરએસએસના ગુંડાઓએ પ્રોફેસરને બાળવાના હેતુથી પેટ્રોલ છાંટતા તેમની લગભગ સામૂહિક હત્યા કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks